
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિના પાછળના ભાગે મારમાર્યાના ઘા જોવા મળે છે. તેમજ આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2019નો છે. દિલ્હી પોલીસ દ્વારા ટેમ્પો ડ્રાઈવરને મારમારવામાં આવ્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમરેલી નો ખૂંખાર ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને લોકમત ન્યુઝનો તારીખ 17 જૂન 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “પોલીસની કાર અને ટેમ્પો ચાલક વચ્ચે ટક્કર થઈ જતા ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા ટેમ્પો ડ્રાઈવરને મારમારવામાં આવ્યો હતો. જે વ્યક્તિનો ફોટો જોવા મળે છે તે ટેમ્પો ડ્રાઈવર છે.”
દિલ્હીના મુખર્જિનગરમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આ ઘટના અંગે ટ્વિટ કરી અને ઘટનાની નિંદા કરતા જણાવ્યુ હતુ કે, “મુખર્જીનગરમાં દિલ્હી પોલીસની બર્બરતા નિંદનીય છે અને અનુચિત છે. હું સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરૂ છું. નાગરિકોંની સુરક્ષા કરવાવાળા અહિંસક ગુંડાઓમાં બદલાની અનુમતિ આપી શકાય નહિં.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2019નો છે. દિલ્હી પોલીસ દ્વારા ટેમ્પો ડ્રાઈવરને મારમારવામાં આવ્યો હતો.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો છે….?
Fact Check By: Yogesh KariaResult: False
