
વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા 50% વધાર્યું, પછી 30%નો કાપ મુક્યો..જનતા ને ” ચ ” બનાવ્યા મોદીએ, બોવ વોટ આપ્યા બરાબર જ છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા સાંસદોના ભથ્થામાં પહેલા 50 ટકા વધારો કર્યો બાદમાં 30 ટકાનો કાપ મુક્યો.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “सांसदों का भत्ता बढ़ाने को मंजूरी |” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ પેપર કટિંગ નવી ક્રાંતિ નામના ફેસબુક યુઝર દ્વારા 7 માર્ચ 2018ના શેર કરવામાં આવ્યુ હતુ. જેના પરથી સાબિત થાય છે કે, સરકાર દ્વારા સાંસદોના ભથ્થામાં હાલમાં વધારો કરવામાં આવ્યો નથી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, સાંસદોના ભથ્થામાં વર્ષ 2018માં જ વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં વધારો કરવામાં આવ્યો નથી. ZEENEWSનો 28 ફેબ્રુઆરી 2018નો અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

હાલમાં કોરોના વાયરસ સામે લડવા માટે સરકાર દ્વારા સાંસદોના ભથ્થામાં એક વર્ષ માટે 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. વિસ્તૃત માહિતી માટે લાઈવ હિન્દુસ્તાનનો અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો સાબિત થાય છે. સાંસદોના ભથ્થામાં વધારો હાલમાં નહિં પરંતુ વર્ષ 2018માં વધારો કરવામાં આવ્યો હતો. તેમજ હાલમાં સમગ્ર વિશ્વમાં આવેલી મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા સાંસદોના ભથ્થામાં 30 ટકાનો ઘટાળો કરવામાં આવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વર્ષ 2018ના પેપર કટિંગને હાલનું ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
સોશિયલ મિડિયાની શંકાસ્પદ લાગતી પોસ્ટ અમને અમારી વોટ્સઅપ નંબર (7990015736) પર મોકલાવો અમે તમને જણાવશું સત્ય….

Title:શું ખરેખર સાંસદોના ભથામાં પહેલા 50 ટકા વધારો કરવામાં આવ્યો પછી 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો…?જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
