
હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં દરિયા કિનારે મોટી સંખ્યામાં વ્હેલ માછલીઓ પડી જોવા મળે છે અને દરિયાનું પાણી પણ લાલ થઈ ગયુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, કોરોનાની માહમારી વચ્ચે ફેરો આઈસલેન્ડ પર 60 વ્હેલ માછલીની તારીખ 18 ઓક્ટોબરના હત્યા કરવામાં આવી.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, હાલમાં આ પ્રકારે વ્હેલ માછલીની હત્યા નથી કરવામાં આવી તમામ ફોટો વર્ષો જુના છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
एक भारत एक कानून નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફેરો આઈસલેન્ડ પર 60 વ્હેલ માછલીની હત્યા કરવામાં આવી તેના ફોટો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જોયુ કે આ પોસ્ટ સાથે મુખ્ય ચાર ફોટો શેર કરવામાં આવી હતી. જે તમામને રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જૂદા-જૂદા પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ફોટો નંબર – 1
સૌપ્રથમ અમે પહેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને Thesun.co.uk નામની વેબસાઈટ પર આ ફોટો અમને પ્રાપ્ત થયો હતો. 30 મે 2019ના પ્રસારિત આ અહેવાલમાં તમે તે ફોટો જોઈ શકો છો.
ફોટો નંબર – 2
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ પરિણામો પરથી તારીખ 16 ઓગસ્ટ 2018નો બીબીસી.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ફોટો નંબર – 3
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ત્રીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Businessinsider.com નામની વેબસાઈટનો 3 જૂલાઈ 2013નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ફોટો નંબર – 4
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ચોથા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Maritime-excutive.com નામની વેબસાઈટ પર 2016નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
Maritime-excutive.com | Archive
ફોટો નંબર – 5
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પાંચમા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂલાઈ 2020નો એક Thesun.co.uk નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવમાં આવેલા તમામ ફોટો જૂના છે. હાલના તારીખ 18 ઓક્ટોબરના હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર ફેરો આઈસલેન્ડ પર વ્હેલ માછલીની હાલમાં હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Partly False
