
આવતા મહિને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો તેમના સપોર્ટ ગ્રુપ વિશે સોશિયલ મિડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા બીજેપી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સમર્થકોએ તેમની નિંદા કરી છે. સોશિયલ મિડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ છે. આ પ્રકારની એક પોસ્ટ હાલમાં વાયરલ થઈ છે જેમાં ફોટોમાં એક પુરૂષ મહિલાના પગને સ્પર્શ કરી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સ્વામી પ્રસાદ મોર્ય દ્વારા ભાજપા છોડ્યા બાદ ટિકિટ માટે માયાવતીના પગે પડ્યા હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો હાલનો નહિં જુનો છે. હાલની યુપીની ચૂંટણી સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mayursinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સ્વામી પ્રસાદ મોર્ય દ્વારા ભાજપા છોડ્યા બાદ ટિકિટ માટે માયાવતીના પગે પડ્યા હતા.”

FACT CHECK
સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો કે, “શું સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપ છોડ્યું” કીવર્ડનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કરતા અમને NDTVનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપ છોડી દીધું છે.” સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે ભાજપની પાર્ટીમાં વાપસીનો કોઈ પ્રશ્ન જ નથી. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, મે ભાજપ છોડ્યા બાદ પાર્ટીમાં ભૂકંપ આવી ગયો હતો.

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે, આ ફોટો 4 સપ્ટેમ્બર, 2018ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રકાશિત થયો હતો. વેબસાઈટ અનુસાર, “ભારતમાં રાજકારણી પગને સ્પર્શતા લોકોને જોવું આશ્ચર્યજનક નથી. માયાવતીના પિતા સમાન ઉંમરના એક પક્ષ કાર્યકર તેના નેતાના પગનો સ્પર્શ કરે છે, જ્યારે નેતા સ્વીકારવાની તસ્દી લેતા નથી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો હાલનો નહિં જુનો છે. હાલની યુપીની ચૂંટણી સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

Title:શું ખરેખર સ્વામી પ્રસાદ મૌર્ય ટિકિટ માટે માયાવતીને પગે પડ્યા હતા…?
Fact Check By: Yogesh KariaResult: False
