
First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “છાપરા સાથે માણસ કે માણસ સાથે છાપરું ઉડયું? : નિસર્ગ વાવાઝોડામાં અનેક ડરામણાં દ્રષ્યો સાથે મો પર હાસ્ય લાવતું આ દ્રશ્યનો વિડિઓ જરૂર જુવો #firstbreaking #firstnews #breakingnews #latestnews #gujratinews#indiannews #gujarati #hindi #india #gujarat #rajkot #ahmedabad #surat #vadodara #mumbai #lol #nisargacycloneeffect” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના આ સીસીટીવી છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીને ઘણી વિનંતી કરવામાં આવી હતી. તેમજ ફેસબુક પર લોકો આ વિડિયો હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનનો હોવાનો સમજી શેર કરી રહ્યા છે. તેથી આ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 15 મે 2019ના રોજ યુટ્યુબ ચેનલ SWNS પર અપલોડ કરાયેલ એક વિડિયો મળી આવ્યો હતો. ખાસ વાત એ છે કે ફેસબુક પર વાયરલ થયેલી ક્લિપ ફક્ત 17 સેકંડ લાંબી છે, જ્યારે આ યુટ્યુબ વિડિયો 48 સેકન્ડ લાંબો છે.
ઉપરોક્ત વિડિયોને ધ્યાનથી નિહાળતા નીચેની બાબતો સામે આવે છે.
1 આ એક સીસીટીવી ફૂટેજ છે.
2 વીડિયોમાં લોકો જે રીતે વાત કરી રહ્યા છે તે મુજબનો વીડિયો પંજાબ-હરિયાણા વિસ્તારનો હોવો જોઈએ.
3 તારીખ 1 જૂન 2018એ વિડિયોના ઉપરના જમણા ખૂણામાં 16મી સેકંડ પર દેખાય છે.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ સાબિત થાય છે કે, આ ઘટના વર્ષ 2018 સીસીટીવીમાં કેદ થઈ હતી. વધુ શોધમાં 10 જૂન, 2018ના રોજ, ફિરકી નામના ફેસબુક પેજ પર આ વિડિયો શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.
મુળ વિડિયો FACEBOOK
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોઈ માણસ શેડ સાથે હવામાં ઉડતો આ વીડિયો હાલનો નથી. આ વિડિયો 1 જૂન, 2018ના રોજ સીસીટીવીમાં કેદ થયો હતો. વિડિયોનું ચોક્કસ સ્થાન હજી જાણી શકાયું નથી. પરંતુ, આ વિડિઓ જૂનો છે, તે વાત નક્કી છે.

Title:શું ખરેખર નિસર્ગ વાવાઝોડા દરમિયાન આ ઘટના બનવા પામી છે….? જાણો શું છે સત્ય.
Fact Check By: Yogesh KariaResult: False
