
ભષ્ટ્રાચારી વિરોધી અવાજ પટેલભાઈ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોને જોઈતું તું સબૂત લ્યો આ સબૂત…. #પોલીસ મિત્રો આને છોડશો નઇ….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મરકદી જમાતના શખ્સ દ્વારા લોકો પર થૂંકવામાં આવ્યુ હતુ તેનું પ્રુફ છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી શું કરવા માટે હતી. તે જાણવુ જરૂરી હતુ. માર્ચ મહિનાના અંતમાં તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં દિલ્હીના નિઝામુદિનમાં જમાતના લોકોનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો. તેમજ તે સમયે જમાતના લોકો દ્વારા પોલીસ પર થૂંકવાની વાત પણ સામે હતી. દરમિયાન તેના પૂરવા માંગવામાં આવી રહ્યા હતા. તેના સંદર્ભમાં ઘણા ખોટા વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ વિડિયો પણ શંકા ઉપજાવે તેવો હોવાથી અને ગુજરાતના લોકોને સત્યતા જણાઈ રહે તે માટે અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક ઓફિશિયલ ફેસબુક પેજ દ્વારા એક લાંબો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. તેમજ માહિતી આપવામાં આવી હતી કે, “આ ઘટના 29 ફેબ્રુઆરી 2020ની છે. થાણે પોલીસ આરોપીઓને કોર્ટમાં લઈ જતા વિવાદ સર્જાયો હતો.” આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
બાદમાં ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને લોકમત સમાચારનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. તે મુજબ આરોપી થાણેનો રહેવાસી છે. આ કેદીને સુનાવણી માટે મુંબઈના ડિંડોશીની કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. પરત ફરતા તે પોલીસ સાથે નજીવા વિવાદ સાથે પોલીસ વાનમાં ચડ્યો હતો. ત્યારબાદ આરોપી તેની સામે બેઠેલા પોલીસકર્મી તરફ ગયો અને ગુસ્સામાં પોલીસ પર થૂંક્યો. તેણે પોલીસ પર પણ આંગળી ઉઠાવી હતી. દરમિયાન આખરે વાનમાં રહેલા અન્ય પોલીસકર્મીઓએ કેદીને અટકાવી દીધો હતો. દરમિયાન, આ કેદીએ આરોપ લગાવ્યો છે કે, સંબંધીઓ દ્વારા લાવવામાં આવેલું ખોરાક ખાવાની ના પાડી દેતાં પોલીસે હુમલો કર્યો હતો.
ફેક્ટ ક્રેસન્ડો મરાઠી દ્વારા પણ આ વિડિયો અંગેની પડતાલ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જૂનો છે. તેને જમાતના લોકો સાથે તેમજ કોરોના સાથે કોઈ લેવા દેવા નથી. ફેક્ટ ક્રેસન્ડો તમામ ગુજરાતઓને વિનંતી કરે છે કે આ પ્રકારે કોઈ વિડિયો ખોટી માહિતી સાથે શેર કરવા નહિં.

Title:શું ખરેખર મરકદી જમાતી દ્વારા પોલીસ પર થૂંકવામાં આવ્યુ તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
