છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રના દરિયાના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં પોલીસે જૂદા-જૂદા આરોપીની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે. આ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કિલ્લો ડ્રગ્સ પકડાયુ હતુ. આ ન્યુઝની એક પ્લેટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોરબી ઝીઝુંડા ગામમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મોરબી ડ્રગ્સ કેસમાં પકડાયેલા એક પણ આરોપીનું ક્નેક્શન કોઈપણ રાજકિય પક્ષ સાથે ખુલવા પામ્યુ નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

કાકા ચાલે વાંકા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોરબી ઝીઝુંડા ગામમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ગુજરાત સમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ડ્રગ્સ સાથે પકડાયેલા ત્રણેય આરોપીનો ફોટો આપ્યો હતો. “પોલીસે રેડ દરમિયાન રેડ દરમિયાન આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ (રહે જોડિયા જી જામનગર), સમસુદિન હુશેનમિયા સૈયદ (રહે ઝીંઝુડા તા. મોરબી) અને ગુલામ હુશેન ઉમર ભગાડ (રહે સલાયા દેવભૂમિ દ્વારકા) એમ ત્રણ ઇસમોને ઝડપી લેવાયા છે. પરંતુ કોઇ પણ આરોપી રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોવાની માહિતી આપી ન હતી.”

Gujarat Samachar | Archive

તેમજ ગુજરાત એટીએસ દ્વારા આ કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

તેમજ અમે જે ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. તેની ઓરિજનલ ન્યુઝ પ્લેટ પણ શોધી કાઢી હતી. ઓરજનલ ન્યુઝ પ્લેટ અને વાયરલ ન્યુઝ પ્લેટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત એટીએસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓમાં કોઈપણ આરોપીનું હજુ સુધી રાજકીય કનેક્શન ખુલવા પામ્યુ નથી. પકડાયેલા આરોપીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ જોડાયેલું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મોરબી ડ્રગ્સ કેસમાં પકડાયેલા એક પણ આરોપીનું ક્નેક્શન કોઈપણ રાજકિય પક્ષ સાથે ખુલવા પામ્યુ નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી આપ પાર્ટી સાથે જોડાયેલા છે...?

Fact Check By: Yogesh Karia

Result: False