શું ખરેખર ગામડામાં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી……? જાણો શું છે સત્ય…..

False સામાજિક I Social

આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈ ગરબાનું આયોજન કરવુ કે નહિં તે અંગે ભારે ખેચતાણ ચાલી રહી હતી. ત્યારે આ વચ્ચે એક ન્યુઝ ચેનલની પ્લેટ વાયરલ થઈ રહી હતી અને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગામડામાં નવરાત્રી ચાલુ રહેશે જ્યારે શહેરમાં બંધ રહેશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે સરકાર દ્વારા આ વખતે ગરબાના આયોજન પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ તેને લઈ વિશેષ ગાઈડલાઈન બહાર પાડી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Paresh Vasoya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં zee24કલાક ન્યુઝ ચેનલનો એક સ્ક્રિન શોટ શેર કરવામાં આવ્યો હતો. જેનો આધાર લઈ દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા શહેરમાં નવરાત્રીનું આયોજન બંધ રાખવા જણાવવામાં આવ્યુ છે. જ્યારે ગામડામાં ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને NEWS18 ગુજરાતીનો તારીખ 9 ઓક્ટોબર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સરકાર દ્વારા તહેવારોને લઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી જેમાં જાહેર કે શેરી ગરબા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યારે મુર્તિની સ્થાપના અને પૂજા કરવાની છૂટ આપવામાં આવી છે. જે કાર્યક્રમમાં પણ 200 લોકોને જ એકત્ર થવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે એક કલાકમાં જ આ કાર્યક્રમ પૂર્ણ કરવાનો રહેશે.

ન્યુઝ 18 | ARCHIVE

તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા આ અંગે મિડિયાને માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “ગૃહ વિભાગની અનલોક-5ની ગાડલાઈનને અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે કે, માતાજીની આરતી અને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી છે.” નિતીન પટેલનું આ નિવેદન તમે નીચે સાંભળી શકો છો.  

ARCHIVE

તેમજ અમે ઝી24 કલાક ન્યુઝ ચેનલનો સંપર્ક સાધ્યો હતો. તેમના જવાબદાર અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે. અમારા દ્વારા આ પ્રકારે કોઈ સમાચાર પ્રસારિત કરવામાં નથી આવ્યા. તેમજ ન્યુઝ પ્લેટમાં જે ફોન્ટ છે તે અમારા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર કે શેરી ગરબા પર પ્રતિબંધ લગાવ્યો છે. ગામડામાં ગરબા ચાલુ રાખવા મંજૂરી આપી તે વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ગામડામાં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી……? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False