પાલઘરમાં સાધુની હત્યામાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હતી… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mahendra Vyas નામના ફેસબુક યુઝર દ્વારા કટ્ટર શુરવીર ક્ષત્રિયોનું ગ્રુપ! એક ક્ષત્રિય બીજા 100 ક્ષત્રિયો ને એડ કરો નામના ફેસબુક પેજ પર તારીખ 20 એપ્રિલ 2020ના “મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં અખાડાના બે સાધુની એમના ડ્રાઇવર સહિત જિદ્દી મુસલમાનોના ટોળાએ અનેક પોલીસ જવાનોની હાજરીમાં ડંડા અને લાકડી દ્વારા નિર્મમ હત્યા કરી નાખી અને 108 કરોડ હિન્દુ હાથ ઉપર હાથ દઈને બેઠા છે, અને આશ્ચર્યની વાત એ છે કે મહારાષ્ટ્રમાં ત્રણ રાજકીય પક્ષ મળીને સરકાર ચલાવે છે અને એમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી હિંદુત્વના પાયા ઉપર આગળ આવી છે છતાં આવા ભગવાધારી સાધુઓની મુસલમાનો દ્વારા જાહેરમાં હત્યા થઈ જાય છે. મારી હવે ની પોસ્ટમાં એ ઘટનાનો વીડિયો અપલોડ કરું છું અને તમામ સનાતન સમાજ ને અપીલ કરું છું કે આપણા ભગવાધારી સાધુ-સંતોના અધિકારો માટે સમર્થન આપવા માં જોડાય.
ઉત્તર પ્રદેશમાં મુસલમાન બાઇક ચોર ને ગામના લોકોએ માર્યો ત્યારે આખા ભારતમાં બધી ન્યૂઝ ચેનલોમાં ડિબેટ કરી હતી અને ત્યાં સુધી કે બોલિવૂડના પણ 80% કલાકારોએ ફેસબુક અને ટ્વિટર માં એ બાઈક ચોર ના સમર્થનમાં સોશિયલ મીડિયા ભરચક કરી દીધું હતું.. પણ આ ઘટનામાં એમાંનો કોઈ એક વ્યક્તિ પણ એક શબ્દો બોલવા તૈયાર નથી. હવે ભારતના 108 કરોડની વસ્તી ધરાવતા સનાતન સમાજ પોતાની તાકાત બતાવવાની જરૂર છે. જય હિન્દુત્વ..” એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 690 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 207થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 104 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના પાલઘરમાં મુસ્લિમો દ્વારા સંતોની હત્યા કરવામાં આવી હતી.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ “पालघरमें मुस्लिमो संतो को मार दिया |” પર લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રદેશની જનતાને તારીખ 20 એપ્રિલ 2020ના સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, “આ કેસ ધાર્મિક નથી. તેને ધર્મ સાથે ન જોડવામાં આવે.”

ARCHIVE

તેમજ ઉદ્ધવ ઠાકરે દ્વારા આ અંગે માહિતી આપતા ટ્વિટ પણ કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ અંગે તેમને ગૃહમંત્રી અમિત શાહને પણ જાણ કરી છે.

ARCHIVE

તેમજ ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા પણ પાલઘરની ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, “મૃતકો અને જેમને હત્યા કરી તેઓ એક જ ધર્મના છે. તેમના ધર્મ અલગ નથી.

ARCHIVE

આ કેસમાં ટોટલ 109 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 8 માઈનોર હતા. જ્યારે મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી અનિલ દેશમુખ દ્વારા પાલઘરની આ ઘટનામાં પકડાયેલા 101 આરોપીઓના નામની યાદી જાહેર કરી હતી જેમા એક પણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પાલઘરમાં સાધુઓની હત્યામાં એકપણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હોવાની મહારાષ્ટ્રના ગૃહરાજ્ય મંત્રી દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે.

Avatar

Title:પાલઘરમાં સાધુની હત્યામાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હતી… જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False