
Bharatg Joshi Bharatg Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 માર્ચ 2020નો એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જનતા કરફ્યુ ના પરિણામ શું આવશે? આપણે સૌ પેહલા એ જાણી લઈએ કે કોરોના વાઇરસ એક જગ્યા એ નિર્જીવ વસ્તુ પર લગભગ 12 કલાક સુધી જીવતો રહે છે. હવે, કરફ્યુ નો સમય 7 થી 9 એટલે કે 14 કલાક રાખવામાં આવ્યો છે. એનું કારણ એ છે, કે જે જાહેર જગ્યાઓ પર ફેલાયેલો કોરોના વાઇરસ 12 કલાક થી વધુ સમય માટે રહશે એટલે ચોક્કસ નિષ્ક્રિય થઈ જશે. અને આમ થવાથી નવા સંક્રમણ માં મોટો બ્રેક આવી જશે. ફકત એક દિવસના સ્વઇચ્છીક બંધ ના પરિણામે દેશ માં કોરોના ના ફેલાવા પર રોક લાગી જશે. અને એનું સંક્રમણ કાબુમાં લાવી શકાશે. અને આપણો દેશ સુરક્ષિત બની શકશે. જનતા કરફ્યુ પાછળ ના આ વિચારને સમજી, એમાં સહભાગી થાવ અને બીજાને પણ સહભાગી બનાવો. દેશ ને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા આપનું યોગદાન આપશો એવી આશા. જય ભવાની જય સ્વરાજ જય હિન્દ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના વાયરસ એક જગ્યાએ માત્ર 12 કલાક જ સક્રિય રહે છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો કે કોરોના વાયરસ કેટલીવાર સક્રિય રહી શકે છે. તે જાણવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
અમેરિકાની નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલી શોધમાં જણાવવામાં આવ્યુ હતુ કે, કોરોના વાયરસ સપાટી પર 24 કલાકથી વધૂ સમય માટે સક્રિય રહી શકે છે. કોરોના વાયરસ એર બ્લેડમાં 3 કલાક સુધી સક્રિય રહી શકે છે અને લાકાડાની સપાટી પર 24 કલાક અને પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ પર 2-3 સક્રિય રહી શકે છે.
તેમજ આ માહિતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. તેથી, વારંવાર હાથ ધોવા અને જંતુનાશક પદાર્થથી ઘરની વસ્તુઓની સફાઈ કરવા અંગે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે, એમ ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું.
આનો અર્થ એ થાય છે કે, વાયરસ જૂદી-જૂદી સપાટી પર ત્રણ કલાક થી ત્રણ દિવસ સુધી જીવીત રહી શકે છે. કોરોના વાયરસના શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. કેન્દ્ર સરકારના પત્ર અને માહિતી કચેરીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા પણ જણવવામાં આવ્યુ હતુ કે, “કોરોના વાયરસ 12 કલાક જ બચે છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેથી લોકે ગીચ જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.”
જનતા કર્ફુનો મતલબ પોતાની સુરક્ષા માટે પોતાના દ્રારા લગાડવામાં આવેલો પ્રતિબંધ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિંનતી કરવામાં આવી હતી કે, 22 માર્ચના સવારે 7 વાગ્યે થી લઈ રાત્રીના 9 વાગ્યા સુધી કોઈએ ઘરની બહાર ન નીકળવું. ઓછી ભીડના કારણે વયરસ ફેલાવવાનું જોખમ ઓછુ થશે પરંતુ તે દાવો કરવો પણ ખોટો થશે કે કર્ફ્યુને લઈ વાયરસ નાશ પામશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, કોઈપણ વૈજ્ઞાનિક કારણ નથી કે, કોરોના વાયરસ એક જ જગ્યાએ 12 કલાક જ જીવત રહે છે. સંશોધન મુજબ વાયરસ ત્રણ કલાક થી લઈ ત્રણ દિવસ જૂદી-જૂદી સપાટી પર જીવી શકે છે. તેથી કર્ફ્યુ પછી વાયરસનો નાશ થશે નહીં. આરોગ્ય મંત્રાલયે આપેલી સુચનાનું પાલન કરવું જરૂરી છે.

Title:શું ખરેખર કોરોના વાયરસ 12 કલાક માટે જ એક જગ્યાએ સક્રિય રહે છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
