શું ખરેખર પહેલી જાન્યુઆરીથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં તેમજ જૂદા-જૂદા મિડિયા સંસ્થાનો દ્વારા એક મેસેજ અને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પહેલી જાન્યુઆરી 2021થી તમામ UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસૂલવામાં આવશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, NPCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ મેસેજ તદ્દન ખોટો છે. 1 જાન્યુઆરી 2021થી UPI ટ્રાન્જેક્શન પર કોઈ ચાર્જ વસુલવામાં નથી આવવાનો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Zee 24 Kalak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પહેલી જાન્યુઆરી 2021થી તમામ UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસૂલવામાં આવશે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ડિજિટલ પેમેન્ટ માટે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ સહિત તમામ એપ્સ લોકપ્રિય છે. આ તમામ એપ્સ એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં યૂપીઆઈનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું નામ “યૂનિફાઈડ પેમેન્ટસ ઈંટરફેસ” છે. યુપીઆઈને ચલાવવા વાળી સંસ્થાનું નામ “નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા” (NPCI) છે. 

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે યુપીઆઈ ઉપયોગ કર્તામાં ઘણો વધારો થયો છે. ત્યારે NPCI દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “આ મેસેજમાં કોઈ સત્યતા નથી. આ ફેક ન્યુઝ છે. આ પ્રકારે કોઈ ચાર્જ વસૂલવામાં નહિં આવે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.” 

ARCHIVE

તેમજ પીઆઈબી ફેક ચેક દ્વારા પણ આ અંગે ખુલાસો કરી અને તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યુ હતુ અને આ પ્રકારના તમામ સમાચાર ખોટા છે. તેવું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.  

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, NPCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ મેસેજ તદ્દન ખોટો છે. 1 જાન્યુઆરી 2021થી UPI ટ્રાન્જેક્શન પર કોઈ ચાર્જ વસુલવામાં નથી આવવાનો.

Avatar

Title:શું ખરેખર પહેલી જાન્યુઆરીથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ વસૂલવામાં આવશે…?

Fact Check By: Yogesh Karia 

Result: False