
Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુસ્લિમો દ્વારા હાઈવે કી સભી હોટેલો મે યે આદેશ દિયા ગયા હે કી હિંદુઓ કો થૂંક..થૂંક..થૂંક.. વાલા ખાના ખીલાઓ.. જો ભી હિન્દુ હમારી હોટેલ મે આયેગા ઊંકે ખાને મે પેસાબ-ટટ્ટી કરકે ખીલાઓ ઓર હિંદુઓ કે ખાને મે થૂંક ડાલકર ખીલાઓ… હમારા ગંદા પિસાબ, ટટ્ટી ઓર ગંદી થૂંક હિંદુઓ કે શરીર મે જાયેગા ઓર હિન્દુ લોગ.. હિંદુઓ કે બચ્ચે.. હિંદુઓ કી ઔરતે.. હિંદુઓ કી લાડકીયા બીમાર હી બીમાર પડતે રહેગે. ઇસલિએ ઈન હિંદુઓ કો ઇસ્તરહ સે મારો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 174 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 16 લોકોએ તેમના મંતવ્યો જણવ્યા હતા. તેમજ 195 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાઈવે પરની મુસ્લિમોની હોટલોમાં આદેશ આપવામાં આવ્યો છે કે, ‘હિન્દુ ઘરાકોના જમવામાં થૂક નાખવામાં આવે તેમજ પેશાબ પણ કરવામાં આવે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યૂટ્યુબ પર 15 ડિસેમ્બર 2018ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. તામિલ શીર્ષક હેઠળ આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેનું ગુજરાતીમાં અનુવાદ થાય “જે લોકો ઈસ્લામમાં બરકતનો અર્થ નથી સમજતા તેમણે આ થૂંક નાખેલા ભોજનને જમવું જોઈએ.”
તેમજ બાદમાં અમે એક મુસ્લિમ ધર્મ ગુરૂનો સંપર્ક સાધ્યો હતો. આ વિડિયો અમે તેમને બતાવ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સિયા મુસ્લિમ દ્વારા ભોજન બનાવતા પહેલા આ પ્રકારે કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારે કરવા માટે કુરાનમાં ક્યાંય પણ લખવામાં આવ્યુ નથી. જો કે, આ પ્રકારે ખૂબ જૂજ લોકો જ કરી રહ્યા છે.”
તેમજ અમે જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઈસ્લામિક ઉપેદશક જાકિર નાયકનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો, જેમાં તેમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, “સુન્ની મુસ્લિમો સિયા પાસેથી ભોજન કેમ નથી લેતા.? જેના જવાબમાં તેઓ જણાવે છે ઈસ્લામમાં સિયા અને સુન્ની નથી. તેઓએ અધ્યાય 6ના 159માં શ્ર્લોકનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, કોઈપણ ઈસ્લામના નામ પર વિભાજન અને સંપ્રદાય બનાવે છે. પૈગંબર મહમ્મદ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. તેમનો નિર્ણય અલ્લાહ પર મુક્કી દેવામાં આવે છે. અલ્લાહ તેને સૂચિત કરે છે કે તે શું કરે છે.”
ત્યારબાદ ગુજરાતના હાઈ-વે પરની હોટલની સૌથી મોટી ચેન હોટલ સહયોગ ગ્રુપના માલિક સાથે અમે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તદ્દન ખોટી વાત છે, આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. અમે અમારી સર્વિસના લીધે જ છેલ્લા ઘણા વર્ષોથી વેપાર કરી રહ્યા છીએ. અમારી હોટલોમાં હિન્દુ-મુસ્લિમ બેંને આવે છે. અમે કોઈની જ્ઞાતિ પુછીને જમવાનું નથી આપતી. આ અમને બદનામ કરવા કોઈ આવરા તત્વો દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.”
પરિણામ
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ આદેશ મુસ્લિમોને આપવામાં નથી આવ્યો. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર મુસ્લિમ હોટલ માલિકો દ્વારા હિન્દુઓને થૂંક જમાડવામાં આવે છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
