બલજીત કૌર ચોક્કસપણે ગુમ થઈ ગઈ હતી પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી. તે જીવંત છે અને તેની તબીયત પણ સારી છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્નપૂર્ણા પર્વત પરથી ગાયબ થયેલી પર્વતારોહક બલજીત કૌરનું મૃત્યુ થયુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

શ્રદ્ધાંજલિ - Shradhanjali નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અન્નપૂર્ણા પર્વત પરથી ગાયબ થયેલી પર્વતારોહક બલજીત કૌરનું મૃત્યુ થયુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પર્વતારોહક બલજીત કૌર નેપાળમાં માઉન્ટ અન્નપૂર્ણાના શિખર બિંદુ પરથી ઉતરતી વખતે ગુમ થઈ ગઈ હતી, પરંતુ થોડા સમય પછી તે જીવિત મળી આવી હતી. સર્ચ ટીમે તેને શોધી કાઢી હતી અને તેને બચાવી લેવામાં આવ્યો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ 18 એપ્રિલે બલજીતનો ફોટો ટ્વિટ કર્યો હતો અને કહ્યું હતું કે તેને બચાવી લેવામાં આવી છે અને તે સ્વસ્થ છે.

Archive

તેમજ બલજીત કૌર દ્વારા પણ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોસ્પિટલની અંદરથી ફોટો શેર કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “આ કઠિન સમયમાં તેમનો સાથ આપનાર તમામનો તેમણે આભાર માન્યો હતો અને તેઓ રિકવરી કરી રહ્યા છે અને થોડા સમયમાં ફરી માઉન્ટન પર પરત આવશે તેવું તેમણે જણાવ્યુ હતુ.”

કોણ છે બલજીત કૌર..?

હિમાચલ પ્રદેશના સોલનની રહેવાસી બલજીત કૌરે ઘણા ઊંચા શિખરો સર કર્યા છે. વર્ષ 2022માં મે મહિનામાં બલજીતે એક જ મહિનામાં 8000 મીટર ઊંચાઈના ચાર શિખરો સર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે ભારતની પ્રથમ પર્વતારોહક બની. વર્ષ 2021 માં, બલજીતે અન્નપૂર્ણા પ્રથમના બે રાઉન્ડ કર્યા. આ એ જ અન્નપૂર્ણા પર્વત છે, જે વિશ્વનો 10મો સૌથી ઊંચો પર્વત છે, જ્યાંથી બલજીત ગુમ થઈ હતી અને તે જીવતી મળી આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બલજીત કૌર ચોક્કસપણે ગુમ થઈ ગઈ હતી પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી. તે જીવંત છે અને તેની તબીયત પણ સારી છે. તે ટૂંક સમયમાં ફરી માઉન્ટન પર આવશે તેવું જણાવ્યુ હતુ.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: પર્વતારોહક બલ્જિત કૌર જીવીત છે. તેના મૃત્યુની વાત તદ્દન ખોટી છે.. જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False