Arvind Vekariya નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં લખેલું હતું કે, માલદીવ મા 100કરોડ ના ખર્ચે ભવ્ય મસ્જિદ બનાવશે ભારત સરકાર : મોદી. નમો.નમો.ભક્તો નમી જાવ ચાલો..?રામ મંદિર ક્યારે..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 230 જેટલા લોકોએ લાઈક કરી હતી. 4 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

જો ભારત સરકાર દ્વારા આ પ્રકારે 100 કરોડના ખર્ચે માલદીવમાં મસ્જિદ બનાવવાની જ હોત તો આ એક મોટા સમાચાર બન્ય હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત તેથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને માલદીવમાં 100 કરોડના ખર્ચે ભારત સરકાર બનાવશે મસ્જિદ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતતા.

screenshot-www.google.com-2019.06.13-23-54-24.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમને વડાપ્રધાન મોદી દ્વારા માલદીવ પ્રવાસ સમયે માલદીવ ખાતે સંબોધન કરતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

નરેન્દ્ર મોદીના માલદીવ ખાતેના સંબોધનના 37.52 મિનિટના સંપૂર્ણ વીડિયોને અમે ધ્યાનથી સાંભળ્યો તો તેમાં પણ ક્યાંય ભારત સરકાર દ્વારા માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવવામાં આવશે એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ માલદીવમાં આવેલી સૌથી જૂની અને ઐતિહાસિક ફ્રાઈડે મસ્જિદના સંરક્ષણ માટે સહયોગ આપવાની વાત કરી હતી. માલદીવની આ મસ્જિદને હુકુરુ મિસ્કીના નામે પણ ઓળખવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ માલદીવમાં મસ્જિદના સંરક્ષણ માટે જે નિવેદન આપ્યું હતું એ તમે નીચેના વીડિયોમાં જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને નવભારત ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ લખેલું હતું કે, માલદીવની ઐતિહાસિક મસ્જિદના સંરક્ષણમાં ભારત મદદ કરશે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

screenshot-navbharattimes.indiatimes.com-2019.06.14-00-25-21.png

Navbharat Times Archive

ઉપરના તમામ સંશોધન પરથી એ સાબિત થાય છે કે, ભારત સરકાર દ્વારા માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવવાની માહિતી ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, ભારત સરકારે માલદીવની ઐતિહાસિક મસ્જિદના સંરક્ષણ માટે સહયોગ આપવાની વાત કરી છે નહીં કે 100 કરોડના ખર્ચે નવી મસ્જિદ બનાવવાની.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ભારત સરકાર માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવશે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False