પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પથ્થર આજ થી 7 વર્ષ પહેલા વર્ષ 2016માં મળી આવ્યો હતો. તેમજ આ પથ્થરનું વજન 60 નહીં પરંતુ 30 ટન છે. તેમજ 80 પથ્થર મળી આવ્યા હોવાની વાત પણ ખોટી છે. આ એક જ પથ્થર મળી આવ્યો હતો.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ મોટા કાળા પથ્થર પાસે ઉભેલો જોઈ શકાય છે. આ પથ્થર અડધો જમીનમાં અને અડધો બહાર જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ કાળા કલરના 60 ટનના 80 પથ્થર બોસ્નિયામાંથી મળી આવ્યા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
બાદશાહ સૂટર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ કાળા કલરના 60 ટનના 80 પથ્થર બોસ્નિયામાંથી મળી આવ્યા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પ્રાપ્ત પરથી અમને forbes.com દ્વારા 18 એપ્રિલ 2016ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જે અહેવાલ સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બોસ્નિયન ઇન્ડિયાના જોન્સ” તરીકે ઓળખનાર કહે છે કે, બોસ્નિયામાં વિસોકો ખીણના જંગલમાં મળેલો 3 મીટર પહોળો પથ્થરનો 1000 વર્ષ પહેલાં આ વિસ્તારમાં રહેતી અજાણી સભ્યતા દ્વારા બનાવવામાં આવ્યો હતો.”

તેમજ પુરાતત્વવિદ સેમ ઓસ્માનાગીચ, જેમણે તેના બોસ્નિયન માંથી મળી આવેલા પથ્થરને યુરોપમાં સૌથી વિશાળ ગણાવ્યો હતો, તેમણે જણાવ્યુ હતુ કે, “હું 15 વર્ષથી પ્રાગૈતિહાસિક પથ્થરની ઘટના પર સંશોધન કરી રહ્યો છું, માર્ચ 2016 ના મધ્ય સુધીમાં, તે સ્પષ્ટ થઈ ગયું કે યુરોપમાં સૌથી મોટા પથ્થર મળી આવ્યા છે. તેમાં સૌથી વધુ પોડુબ્રાવલ્જે ગામ છે.“
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે વાસ્તવમાં અડધાથી પણ ઓછો ગોળ પથ્થર ઢંકાયેલો છે. “પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે તેની ત્રિજ્યા 1.2 – 1.5 મીટરની વચ્ચે છે. પથ્થરનું હજુ સુધી વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. જો કે, પથ્થરનો ભૂરા અને લાલ રંગ લોખંડની ખૂબ ઊંચી સામગ્રી તરફ નિર્દેશ કરે છે. તેથી, ઘનતા ખૂબ ઊંચી, નજીક હોવી જોઈએ. આયર્ન માટે જે 7,8 kg/m3 છે. જો આપણે માત્ર 5 kg/c.c.નું મૂલ્ય લઈએ તો આપણી પાસે પથ્થરની પ્રારંભિક ગણતરી માટે તમામ તત્વો છે. આ પથ્થર 30 ટનથી વધુ થાય છે!“
પુરાતત્વવિદ સેમ ઓસ્માનાગીચ દ્વારા આ પથ્થર પર માહિતી આપતો વિશેષ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પથ્થર આજ થી 7 વર્ષ પહેલા વર્ષ 2016માં મળી આવ્યો હતો. તેમજ આ પથ્થરનું વજન 60 નહીં પરંતુ 30 ટન છે. તેમજ 80 પથ્થર મળી આવ્યા હોવાની વાત પણ ખોટી છે. આ એક જ પથ્થર મળી આવ્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: શું ખરેખર આ પ્રકારના 60 ટનના 80 પથ્થરો મળી આવ્યા છે.? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: MISSING CONTEXT
