
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સરકાર તેમજ બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા ખોટો ઠેરવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ANI દ્વારા 17 માર્ચ, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા હોવાની માહિતી ખોટી હોવાનું જણાવ્યું હતું. વધુમાં રિલાયન્સ કંપનીના પ્રવક્તા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી કોઈ જ આમંત્રણ મળ્યું નથી.
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 17 માર્ચ, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા હોવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી છે.
અમારી વધુ તપાસમાં અમને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ BHU Official દ્વારા 17 માર્ચ, 2021 ના રોજ કરવામાં વેલી ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એક પ્રેસ રિલીઝ સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના મહિલા અધ્યયન કેન્દ્રમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવા અંગેનો કોઈ જ નિર્ણય કે આદેશ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સરકાર તેમજ બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા ખોટો ઠેરવવામાં આવ્યો છે.

Title:શું ખરેખર નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા…?
Fact Check By: Vikas VyasResult: False
