
હાલમાં એક ઝી ન્યુઝની ન્યુઝ પ્લેટનો સ્કિન શોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ‘ઝી ન્યૂઝ’ના લોગો સાથેના આ સ્ક્રીનશોટમાં લખ્યું છે, ‘सेना भर्ती 2022 नया नियम उम्र में 2 साल की छूट आर्मी जीडी‘. ઉપરાંત, નીચે એક પટ્ટીમાં લખવામાં આવ્યુ છે કે, ‘ देश भर के लाखों युवाओं की मेहनत रंग लाई.‘ આ સ્ક્રિન શોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય સેનાના સોલ્જર જનરલ ડ્યુટીના પદ માટેની મહત્તમ વય મર્યાદામાં બે વર્ષની છૂટ આપવામાં આવી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિન શોટ ફર્જી છે આ પ્રકારે કોઈ છુટછાટ ભારતીય સેનામાં ભરતી દરમિયાન આપવામાં નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ સ્ક્રિનશોટ શેર કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Thakor Rakesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય સેનાના સોલ્જર જનરલ ડ્યુટીના પદ માટેની મહત્તમ વય મર્યાદામાં બે વર્ષની છૂટ આપવામાં આવી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે આર્મી ભરતીના નિયમ અંગે સર્ચ કર્યુ હતુ. પરંતુ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે વાયરલ સ્ક્રીનશોટ વિશે માહિતી મેળવવા ઝી 24 કલાકના ઇનપુટ એડિટર હામીમભાઈનો સંપર્ક સાધ્યો હતો અને વાયરલ સ્ક્રીનશૉટ મોકલ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ સ્ક્રીનશોટ ફર્જી છે. તેમાં વપરાતા ફોન્ટ્સ ‘ઝી ન્યૂઝ’ના મૂળ ફોન્ટ્સથી તદ્દન જૂદા છે. ઝી ન્યુઝ દ્વારા આ પ્રકારે કોઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નથી.”
ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ભારતીય સેનાની ભરતી સંબંધિત ઓફિશિયલ વેબસાઇટ ‘joinindianarmy.nic.in’ અનુસાર, હાલમાં ભારતીય સેનામાં સોલ્જર જનરલ ડ્યુટીના પદ માટે વય મર્યાદા 17 વર્ષ છ મહિનાથી 21 વર્ષની છે.
તેમજ અમે ‘ઝી ન્યૂઝ’ના ઓરિજિનલ ન્યૂઝ બુલેટિનમાંથી લીધેલા સ્ક્રીનશૉટની સરખામણી વાયરલ સ્ક્રીન શૉટ સાથે કરી હતી. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંનેના ફોન્ટમાં તફાવત છે.

તેમજ પીઆઈબી દ્વારા આ વાયરલ દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો. તેમણે આ સ્ક્રિન શોટને ફર્જી ગણાવ્યો હતો, આ પ્રકારે કોઈ છુટછાટ આપવામાં આવી નથી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિન શોટ ફર્જી છે આ પ્રકારે કોઈ છુટછાટ ભારતીય સેનામાં ભરતી દરમિયાન આપવામાં નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ સ્ક્રિનશોટ શેર કરવામાં આવી રહ્યો છે.

Title:સેનામાં ભર્તીને લઈ ભ્રામક દાવા સાથેનો મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ…
Fact Check By: Yogesh KariaResult: False
