ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો પાકિસ્તાનનો નથી પરંતુ ભારતના કોઈ પ્રિંટિંગ પ્રેસનો છે, જે બાળકો માટે નોટ છાપવાનું કામ કરે છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, કથિત રીતે ભારતીય ચલણી નોટ 50 અને 200 વારી છપાતી જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનમાં લઘુ ગૃહઉદ્યોગમાં આ રીતે નકલી ચલણી નોટો છાપવામાં આવી રહી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manish Parikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં લઘુ ગૃહઉદ્યોગમાં આ રીતે નકલી ચલણી નોટો છાપવામાં આવી રહી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોયો હતો. જેમાં અને પચ્ચાસ રૂપિયાની અને 200 રૂપિયાની નોટમાં ક્યાય પણ સિરિયલ નંબર જોવા મળ્યો ન હતો. તેમજ આ નોટમાં અંગ્રેજીમાં “Manoranjan Bank Of India” અને હિન્દીમાં ‘भारतीय चिल्ड्रन बैंक’ લખ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.


તેમજ વધુ સર્ચ કરતા અમને વીકે ન્યુઝ દ્વારા આ જ વિડિયોને લઈ 2018માં એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયો ભારતમાં છાપવામાં આવતી ચિલ્ડ્રન બેંકનો છે.
તેમજ વર્ષ 2019માં ફેક્ટક્રેસન્ડો હિંદી ટીમ દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પાકિસ્તાનનો નહિં પરંતુ ભારતના કોઈ પ્રિંટિંગ પ્રેસનો છે, જે બાળકો માટે નોટ છાપવાનું કામ કરે છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake Check: પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટ પ્રિન્ટ થઈ રહી હોવાના વિડિયોનું સત્ય જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
