તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર બેરિકેડિંગ લગાવીને બ્લોક કરેલા રસ્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે રસ્તો બેરિકેડિંગ લગાવીને બ્લોક કરવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેરિકેડિંગ લગાવીને બ્લોક કરેલા રસ્તાનો જે ફોટો મૂકવામાં આવ્યા છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં થયેલા કિસાન આંદોલન સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આવો આવો ખાલીસ્તાની ભુંડ સુવર TBC દે TMC દુ તમારા બાપો ઉભા છે . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે રસ્તો બેરિકેડિંગ લગાવીને બ્લોક કરવામાં આવ્યો તેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં કચ્ચરઘાણ થયેલી કારનો આજ ફોટો અમને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 6 ફેબ્રુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આજ ફોટો અમને અન્ય સમાચાર માધ્યમો દ્વારા પણ વર્ષ 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કિસાન આંદોલન સમયે કિસાનોને રોકવા માટે દિલ્હી-ઉત્તરપ્રદેશ ગાઝીપુર બોર્ડર પર પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું તેનો આ ફોટો છે. જે તમે અહીં જોઈ શકો છો. indiatoday.in | punjabnewsexpress.com | thewire.in

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેરિકેડિંગ લગાવીને બ્લોક કરેલા રસ્તાનો જે ફોટો મૂકવામાં આવ્યા છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં થયેલા કિસાન આંદોલન સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False