શું દુબઈમાં વગર કોઈ લાયકાતે 14 લાખ રૂપિયાની નોકરી આપવામાં આવે છે..? જાણો શું છે સત્ય…….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ગુજરાતી લેખ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, આ નોકરી માટે દુબઈમાં આપે છે 14 લાખ દર મહિને, અને જરૂર નથી કોઈ યોગ્યતાની… શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 158 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દુબઈમાં 14 લાખ રૂપિયાની જોબ આપવામાં આવે છે, જેના માટે કોઈ પણ પ્રકારની યોગ્યતાની જરૂર નથી. 

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર ‘14 lakhs rupees jobs in Dubai without qualification’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. ARCHIVE

ઉપરોક્ત પરિણામમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હકિકત પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ ઉપરોક્ત આર્ટીકલ ધ્યાનથી વાંચતા તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ખલીજ ટાઈમ્સ દ્વારા આ પ્રકારે નોકરીને લગતા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે વાંચી શકો છો.

આમ, ઉપરોક્ત માહિતી બાદ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કર્યુ હતુ, ગૂગલ પર ‘khaleej time published news of 14 lakhs jobs’ લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હકિકત જાણવા મળી ન હતી. તેમજ આર્ટીકલમાં પણ ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં ન હતો આવ્યો કે, ક્યા પ્રકારની નોકરી આપવામાં આવી રહી છે. શું કામ કરવાનું છે. તેમજ માત્ર હેંડિંગમાં જ 14 લાખ રૂપિયાની નોકરીનો ઉલ્લેખ છે. અન્ય ક્યાંય પણ 14 લાખ રૂપિયાની નોકરી મળી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે આપ નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમે પોસ્ટમાં જે હેંડિંગ છે, તે જ હેડિંગને ગૂગલ પર સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા. જે આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને Gujju fan club નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર 2018 પ્રસારિત કરવામાં આવેલો આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જે આર્ટીકલ અને પોસ્ટમાં શેર કરવામાં આવેલા આર્ટીકલ સમાન હતા. તેના પરથી સાબિત થાય છે. કે, તે જ આર્ટીકલની કોપી કરી અને પોસ્ટમાંનો આર્ટીકલ પબ્લીશ કરવામાં આવ્યો છે. 

ત્યારબાદ અમે અમદાવાદ સ્થિત જોબ કન્સલટન્સીમાં આ બાબતે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે ખોટા સમાચાર થોડા-થોડા સમયે ફરતા થાય છે. દુબઈમાં યોગ્યતા વગર આ પ્રકારે પગાર આપવામાં આવે તે વાત ખોટી છે. અને પાયાવિહોણી છે.” 

આમ અમારી પડતાલ પરથી એ સાબિત થયુ છે. કે આ પ્રકારે કોઈ જોબ દુબઈમાં આપવામાં નથી આવતી, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા જ આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે. 

પરિણામ

આમ, ઉપરોકત્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, અમારી પડતાલ પરથી એ સાબિત થયુ છે. કે આ પ્રકારે કોઈ જોબ દુબઈમાં આપવામાં નથી આવતી, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા જ આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે. 

Avatar

Title:શું દુબઈમાં વગર કોઈ લાયકાતે 14 લાખ રૂપિયાની નોકરી આપવામાં આવે છે..? જાણો શું છે સત્ય…….

Fact Check By: Yogesh Karia 

Result: False