
CityNews Rajkot નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ: જાહેરમાં સેલ્ફી લેવી પડી મોંઘી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 582 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 23 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજકોટમાં ઠાકર હોટલની બહાર કાર સાથે સેલ્ફી લેતી મહિલાના હાથ માંથી મોબાઈલની લૂંટ કરાઈ.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ZEENEWSનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ મોબાઈલ લૂંટના સીસીટીવી શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના લુધિયાનામાં બનવા પામી છે.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ ઘટનાના બીજા સીસીટીવી પ્રાપ્ત થયા હતા. PRIME PUNJAB નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 16 જાન્યઆરી 2020ના આ સીસીટીવી શેર કર્યા હતા અને જણાવ્યુ હતુ કે, પંજાબના જંલધરમાં હોટલની બહાર સેલ્ફી લેતી મહિલાઓના હાથમાંથી મોબાઈલની લૂંટ ચલાવી. જે સીસીટીવી તમે નીચે જોઈ શકો છો.
તેમજ બર્નિંગ ન્યુઝ નામના ફેસબુક પેજ દ્વારા પણ આ જ સીસીટીવી શેર કરવામાં આવ્યા હતા. જેમાં પણ આ જંલધરની ઘટના હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે બર્નિગ ન્યુઝના એડિટર બસ્તી શેખનો સંપંર્ક સાધ્યો હતો. તેમને અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના જંલધરની જ છે. આ ઘટના વર્કશોપ ચોક પર આવેલી હોટલ રેડપેટલ બહારની છે. જે અંગે ડિવિઝન નં.6માં ફરિયાદ નોંધાવાઈ છે.”
ત્યારબાદ અમે હોટલ રેટપેટલના મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના તારીખ 15 જાન્યુઆરી 2020ના બપોરના સમયે બનવા પામી હતી. જે અંગે મહિલા દ્વારા ફરિયાદ પણ નોંધવવામાં આવી છે અને તે જ દિવસે આ સીસીટીવી પોલીસને આપી દેવામાં આવ્યા હતા.“
અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ડિવિઝન – 6 પોલીસ સ્ટેશનના પીઆઈ સુરજીત સિંઘનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અંગે 15 જાન્યુઆરી 2020ના ફરિયાદ નોંધાઈ છે. જે અંગે અમે આરોપીની શોધખોળ કરી રહ્યા છે.“
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થયા છે કે, પોસ્ટ સાથે જે સીસીટીવી શેર કરવામાં આવ્યા છે. તે રાજકોટના નહિં પરંતુ પંજાબના જંલધર શહેરના છે.
પરિણામ
આમ, અમારી પડતાલમા ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મહિલાના હાથમાંથી મોબાઈલ લૂંટની ઘટના રાજકોટમાં ઠાકર હોટલ બહાર નહિં પરંતુ પંજાબના જલંધર શહેરમાં હોટલ રેટપેટલ બહાર બનવા પામી હતી.

Title:શું ખરેખર રાજકોટમાં ઠાકર હોટલ બહાર સેલ્ફી લેતા સમયે થયેલી મોબાઈલ લૂંટનો વિડિયો છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
