આ વીડિયો ન તો તાજેતરનો છે કે ન તો ભારતનો છે. આ વીડિયો દુબઈમાં રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટ દરમિયાનનો વર્ષ 2022નો છે.

એરો ઈન્ડિયા 2023નું આયોજન બેંગલૂરૂના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યુ હતુ. 13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પાંચ દિવસીય દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શનમાં વિવિધ હવાઈ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન એક વીડિયો વાયરલથી રહ્યો છે. જેમાં એક પ્લેન વર્ટિકલ રીતે હવામાં ઉડતુ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં એરો 2023 શો દરમિયાનનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં એરો 2023 શો દરમિયાનનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 9 ફેબ્રુઆરીએ ટ્વિટર પર શેર કરવામાં આવેલો સમાન વિડિયો પ્રાપ્ત થયો હતો. જે ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, “તેમા એક રશિયન પાયલટને સુખોઈ SU-35 એરક્રાફ્ટ ઉડાડતો દેખાડવામાં આવ્યો છે. જે સૂચવે છે કે વાયરલ વીડિયો ઇન્ડિયા એરો શો શરૂ થાય તે પહેલા શૂટ કરવામાં આવ્યો હતો.
વધુ શોધ કરતા અમને સમાન વિડીયો ધરાવતી અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં વિમાનને રશિયન SU-35 ફાઈટર જેટ તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું. જો કે, અમે નોંધ્યું છે કે કેટલાક લોકોએ આ ટ્વિટ્નો જવાબ આપ્યો હતો અને નિર્દેશ કર્યો હતો કે વિડિયોમાંનુ વિમાન રીમોટ-કંટ્રોલ મિનિએચર હતું અને વાસ્તવિક જેટ નથી.
આ ક્લુની મદદથી, અમે જેટના રિમોટ-કંટ્રોલ મિનિએચરના વીડિયો શોધ્યા અને અમને મે 2021માં “સુપરકાર બ્લોન્ડી” નામની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલો વીડિયો મળ્યો. વીડિયોના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે તે દુબઈના એકાંત વિસ્તારમાં આયોજિત રેડિયો-નિયંત્રિત ફાઈટર જેટ રેસ દર્શાવે છે. અમે નોંધ્યું છે કે આમાંના એક રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનો રંગ અને ડિઝાઈન વાયરલ વિડિયોમાંના એકને મળતા આવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે આ વીડિયો ન તો તાજેતરનો છે કે ન તો ભારતનો છે. આ વીડિયો દુબઈમાં રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટ દરમિયાનનો વર્ષ 2022નો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: શું ખરેખર એરો ઈન્ડિયા 2023માં શો દરમિયાનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
