આ ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં સારા તેંડુલકર સાથે તેનો ભાઈ અર્જુન તેંડુલકર છે. શુભમન ગિલનો ફોટો ડિજીટલી એડિટ કરી મુકવામાં આવ્યો છે.

હાલમાં ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ભારતીય ક્રિકેટર શુભમન ગિલના સંબંધને લઈ ભારે ચર્ચા છે. ત્યારે આ બંનેની એક સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં સારા તેંડુલકર સાથે શુભમન ગિલ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સારા તેંડુલકર અને ભારતીય ક્રિકેટર શુભમન ગિલનો એકસાથેનો આ ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સારા તેંડુલકર અને ભારતીય ક્રિકેટર શુભમન ગિલનો એકસાથેનો આ ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને સારા તેંડુલકરના ઓફિશિયલ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં સારા તેંડુલકર તેમના ભાઈ જોડે જોવા મળે છે. જે ફોટો 24 સપ્ટેમ્બર 2023ના અપલોડ કરવામાં આવ્યો હતો અને તેની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “Baby bro turns 24 on the 24th!!! Happiest birthday ♥️♥️♥️ Your sister has always got your back🐭

Instagram

ઓરિજનલ ફોટો અને વાયરલ થઈ રહેલા ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં સારા તેંડુલકર સાથે તેનો ભાઈ અર્જુન તેંડુલકર છે. શુભમન ગિલનો ફોટો ડિજીટલી એડિટ કરી મુકવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર સારા તેંડુલકર સાથેનો શુભમન ગિલનો ફોટો છે…? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Altered