તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૂટેલા રોડમાંથી નીકળી રહેલા પાણીના ફુવારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં આવો રોડ કઈ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલા રોડમાંથી નીકળી રહેલા પાણીના ફુવારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ગ્વાટેમાલા દેશના વિલા નુએવા શહેરમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કોઈને ખબર હોય તો કેજો આ કઈ ટેકનોલોજી છે?🤔. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં આવો રોડ કઈ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેની ટ્વિટ PIB Fact Check દ્વારા 17 સપ્ટેમ્બર, 2024 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં ડામરની તિરાડોમાંથી પાણી નીકળતું દેખાઈ રહ્યું છે, જેને ખોટી રીતે ભારતને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ વીડિયો વિલા નુએવા, ગ્વાટેમાલાનો છે અને ભારતનો નથી. ✔️ કૃપયા આવા સંદર્ભ બહારના વીડિયો શેર કરવાનું ટાળો.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર એક સ્પેનિશ વેબસાઈટ prensalibre.com પર 12 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વિલા નુએવા માર્ગમાં તિરાડો પડી જવાને કારણે પેસિફિક માર્ગ પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.

Archive

ઉપરોક્ત આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર lahora.gt નામની વધુ એક સ્પેનિશ સમાચાર વેબસાઈટ પર 12 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલા રોડમાંથી નીકળી રહેલા પાણીના ફુવારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ગ્વાટેમાલા દેશના વિલા નુએવા શહેરમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Claim Review :   ભારતમાં આવો રોડ કઈ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે.
Claimed By :  Social Media User
Fact Check :  MISSING CONTEXT