કેન્યાના જંગલના સિંહનો વીડિયો ગુજરાતના ગીરના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો વીડિયો છે.
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, ધસમસતી નદીના વહેતા પાણીમાં એક સિંહ પડે છે. જે સામે કાંઠે જઈ અને ઉભો રહે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધસમસતી નદીના પ્રવાહમાં સિંહનો આ વીડિયો ગુજરાતના ગીરનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ધસમસતી નદીના પ્રવાહમાં સિંહનો આ વીડિયો ગુજરાતના ગીરનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મસાઈ સાઈટિંગસ નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અમને આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 7 ફેબ્રુઆરી 2024ના અપલોડ કરવામાં આવ્યો હતો અને તેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મસાઈ મારામાં હાલમાં ઘણો વરસાદ છે જેના કારણે ઘણી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. સિંહો તરી શકે છે, પરંતુ તેઓને આવું કરવું ગમતું નથી. તેમનું શરીરવિજ્ઞાન સ્વિમિંગ માટે સારી રીતે ધિરાણ આપતું નથી, અને સિંહો ફક્ત ત્યારે જ તરશે જ્યારે તેઓને તેમના ગૌરવ સાથે શિકાર દરમિયાન નદીઓ અથવા પ્રવાહોને પાર કરવાની જરૂર હોય.”
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને એક ન્યુઝ વેબસાઈટનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે આ વીડિયો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “મસાઈ મારામાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થઈ ગયા છે. સિંહો તરી શકે છે, પરંતુ તેમને ખરેખર તે ગમતું નથી. તેમના શરીર તરવા માટે યોગ્ય નથી, અને સિંહો ત્યારે જ તરશે જ્યારે તેમને શિકાર કરવા માટે નદીઓ અથવા નાળાઓ પાર કરવાની જરૂર હોય.”
ઈન્ડિયા ટુડે સહિત ઘણા મીડિયા સંસ્થાનો દ્વારા આ માહિતીને લગતા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં આ વીડિયો અન્ય એંગલ થી લેવામાં આવ્યો હતો. જેની સાથે આ જ માહિતી આપવામાં હતી કે, આ વીડિયો કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
India Today Article
https://www.indiatoday.in/trending-news/story/lions-tackle-raging-river-in-dramatic-video-from-maasai-mara-national-reserve-2546755-2024-06-01
Wildest official Article
https://wildestofficial.com/wildlife/watch-male-lions-washed-away-by-a-raging-river/
Pikabu.Ru Article
https://pikabu.ru/story/lev_boretsya_s_unosyashchim_ego_techeniem_burlyashchey_reki_11110464
Masai Sitings Youtube Channel
https://youtu.be/U5Ng-jazFmg