
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં જઈને એવું કહી રહ્યા છે કે, “छोडो यार, डूब गए, कुछ होगा नहीं, अरे भगवान बचाए भाई, पता नहीं पिछले जनम में क्या पाप किए कि हिंदुस्तान में पैदा हुए.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂતકાળમાં બનેલી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું એ નિવેદનનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા 17 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લાગે છે વિદેશ માં ભારત નુ અપમાન આ શખ્સ દામોદર કાકા છે આપડા મોદીજી નહી!. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં જઈને એવું કહી રહ્યા છે કે, “छोडो यार, डूब गए, कुछ होगा नहीं, अरे भगवान बचाए भाई, पता नहीं पिछले जनम में क्या पाप किए कि हिंदुस्तान में पैदा हुए.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર 16 મે, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને 1.19.35 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ વીડિયો જોવા મળ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળની સરકારો પર નિશાન સાધી રહ્યા હોવાનું જોઈ શકાય છે.
આ વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “एक साल के भीतर भीतर छोडो यार, डूब गए, कुछ होगा नहीं, अरे भगवान बचाए भाई, पता नहीं पिछले जनम में क्या पाप किए कि हिंदुस्तान में पैदा हुए यही जो मनोभाव था उसमें से आज दुनिया कह रही है कि, विश्व का सबसे तेज गति से आगे बढनेवाला कोई देश है तो उस देश का नाम हिंदुस्तान है।”
આજ વીડિયો અમને અન્ય કેટલાક મધ્યમો પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Bharatiya Janata Party | Ministry of Information & Broadcasting
નીચે તમે નરેન્દ્ર મોદીના ઓરિજીનલ વીડિયો અને વાયરલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂતકાળમાં બનેલી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું એ નિવેદનનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વિદેશમાં ભારતનું અપમાન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
