તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, हम आपको बताए एक धाम श्रीमती सोनिया गांधी, दूसरा धाम बाबा राहुल गांधी, तिसरा धाम प्रियंका गांधी और चौथा धाम रोबर्ट वाड्रा જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘હું તમને જણાવી દઉં કે, એક ધામ સોનિયા ગાંધી, બીજું ધામ બાબા રાહુલ ગાંધી, ત્રીજું ધામ પ્રિયંકા ગાંધી અને ચોથું ધામ રોબર્ટ વાડ્રા’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શિવરાજસિંહ ચૌહાણના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે. શિવરાજસિંહ ચૌહાણ એવું નિવેદન આપી રહ્યા છે કે, “આપણા માટે ચાર ધામ છે બદ્રીનાથ ધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી. પરંતુ કોંગ્રેસના ચાર ધામ તમે જાણો છો? એક ધામ શ્રીમતી સોનિયા ગાંધી, બીજું ધામ બાબા રાહુલ ગાંધી, ત્રીજું ધામ પ્રિયંકા ગાંધી અને ચોથું ધામ રોબર્ટ વાડ્રા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા 15 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હિન્દુઓ ના પવિત્ર ધામો નું અપમાન કરતું હિન્દુત્વ....જો સિંધીયા એ ગધ્ધારી ના કરી હોત તો આ શિવરાજસિંહ મામા અત્યારે જેલમાં હોત.... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, हम आपको बताए एक धाम श्रीमती सोनिया गांधी, दूसरा धाम बाबा राहुल गांधी, तिसरा धाम प्रियंका गांधी और चौथा धाम रोबर्ट वाड्रा જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘હું તમને જણાવી દઉં કે, એક ધામ સોનિયા ગાંધી, બીજું ધામ બાબા રાહુલ ગાંધી, ત્રીજું ધામ પ્રિયંકા ગાંધી અને ચોથું ધામ રોબર્ટ વાડ્રા’.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગુલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને

ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Newskut નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 08 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ઉત્તરાખંડના લોહાઘાટ ખાતે શિવરાજસિંહ ચૌહાણે જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેઓ 6.50 મિનિટે કોંગ્રેસ પર પ્રહાર કરતાં એવું કહી રહ્યા છે કે, “આપણા માટે ચાર ધામ છે બદ્રીનાથ ધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી. પરંતુ કોંગ્રેસના ચાર ધામ તમે જાણો છો? એક ધામ શ્રીમતી સોનિયા ગાંધી, બીજું ધામ બાબા રાહુલ ગાંધી, ત્રીજું ધામ પ્રિયંકા ગાંધી અને ચોથું ધામ રોબર્ટ વાડ્રા”. પરંતુ આ નિવેદનના વીડિયોમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શિવરાજસિંહ ચૌહાણના આજ ભાષણ સાથેના સમાચાર અમર ઉજાલા દ્વારા 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આજ માહિતી સાથેના સમાચાર અમને અન્ય મીડિયા મધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. aajtak.in | publicdrop.in

નીચે તમે શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો ઓરીજીનલ વીડિયો અને વાયરલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શિવરાજસિંહ ચૌહાણના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે. શિવરાજસિંહ ચૌહાણ એવું નિવેદન આપી રહ્યા છે કે, “આપણા માટે ચાર ધામ છે બદ્રીનાથ ધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી. પરંતુ કોંગ્રેસના ચાર ધામ તમે જાણો છો? એક ધામ શ્રીમતી સોનિયા ગાંધી, બીજું ધામ બાબા રાહુલ ગાંધી, ત્રીજું ધામ પ્રિયંકા ગાંધી અને ચોથું ધામ રોબર્ટ વાડ્રા.

Avatar

Title:ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context