
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માસ્ક પહેરીને અને મહિલાઓ સાથે જમવાના ટેબલ પર બેઠેલા દર્શાવતી એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા જમવાનું નાટક કરવામાં આવ્યુ અને જમતી વખતે તેમણે માસ્ક પહેરીને રાખ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, માસ્ક પહેરેલા રાહુલ ગાંધીની તસવીર ભોજન પૂર્ણ કર્યા પછી લેવામાં આવી હતી. જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ પોતાનું માસ્ક ઉતારી લીધુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jogani Mahesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા જમવાનું નાટક કરવામાં આવ્યુ અને જમતી વખતે તેમણે માસ્ક પહેરીને રાખ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજ દ્વારા અમારી તપાસ શરૂ કરી, જેના પરિણામો અમને 24 જાન્યુઆરી 2021ના રોજ તમિલનાડુ કોંગ્રેસ કમિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ફોટો પ્રાપ્ત થયા હતા, જેમાં જણાવ્યું હતું કે, “પ્રેમાળ અને દયાળુ તમિલ લોકો સાથે ભોજન કરવાનો આનંદ છે. – પ્રમુખ રાહુલ ગાંધી. આ તસવીરોના સેટમાં, અમે વાયરલ થયેલી તસવીર સાથે અન્ય બે તસવીરો જોઈ શકીએ છીએ જેમાં રાહુલ ગાંધી તેમના માસ્ક કાઢીને ભોજન લેતા જોવા મળે છે.
યુટ્યુબ પર અન્ય કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સાથી વણકરોની સાથે રાહુલ ગાંધી તેમના માસ્ક વિના જમતા વિડિયોના ફૂટેજ મળ્યા હતા. પુથિયાથલાઈમુરાઈ ટીવીએ આ વિડિયો 24 જાન્યુઆરી 2021ના રોજ પોસ્ટ કર્યો છે. કોઈ જોઈ શકે છે કે રાહુલ ગાંધી ડિનર ટેબલ પર માસ્ક પહેરીને બેઠા છે અને પછી જ્યારે ભોજન પીરસવામાં આવે છે, ત્યારે તેઓ માસ્ક ઉતારીને જમવા માટે આગળ વધે છે.
ભોજન પૂરૂ કર્યા પછી, તેમણે માસ્ક પહેર્યુ અને મહિલાઓ સાથે વાતચીત કરી. ક્રિયા પ્રતિક્રિયા પછી તે પાંદડાને ફોલ્ડ કરતા જોઈ શકાય છે. તમિલનાડુ અને કેરળમાં ભોજન સમાપ્ત કર્યા પછી કેળાના પાનને ફોલ્ડ કરવાનો રિવાજ છે. આમ, તે સ્પષ્ટ છે કે ગાંધીએ તેમનું ભોજન પૂરૂ કર્યું હતું.
અમને 25 જાન્યુઆરી 2021ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત થયેલ આ ઘટના અંગેનો એક સમાચાર અહેવાલ મળ્યો, તે અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ પેરૂન્દુરાઈ, ઈરોડમાં આયોજિત રિસેપ્શન દરમિયાન એક સભાને સંબોધિત કરી હતી. તસવીર રાહુલ ગાંધીની ઈરોડની મુલાકાત દરમિયાન ઓડાનિલાઈમાં વણકરો સાથે લંચની છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો ગેર માર્ગે દોરનારો છે. માસ્ક પહેરેલા રાહુલ ગાંધીની તસવીર ભોજન પૂર્ણ કર્યા પછી લેવામાં આવી હતી. જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ પોતાનું માસ્ક ઉતારી લીધુ હતુ.

Title:શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા માસ્ક પહેરીને જમવા બેઠા હતા…?
Fact Check By: Yogesh KariaResult: Misleading
