પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગેમિંગનો વીડિયો છે. ભારત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. વાયરલ તમામ માહિતી ભ્રામક છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં, રોકેટ જેવું દેખાતું વાહન સૌપ્રથમ તેની સામે આવેલા બીજા સશસ્ત્ર વાહન દ્વારા શરૂ કરાયેલા પુલની મદદથી જળાશયને પાર કરે છે. પાછળથી, તે બેહદ વળાંક દ્વારા દાવપેચ કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈસરોના સ્પેસને ખાડા ખડબા વાળા રોડથી લઈ જવામાં આવી રહ્યુ છે. જેને ડિફેન્સ દ્વારા મદદ કરવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vatsal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈસરોના સ્પેસને ખાડા ખડબા વાળા રોડથી લઈ જવામાં આવી રહ્યુ છે. જેને ડિફેન્સ દ્વારા મદદ કરવામાં આવી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 22 માર્ચ 2023ના ફેસબુક યુઝર જીમ નાટેલો દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત(Archive) થઈ હતી. જેમાં આ જ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેના શિર્ષકના લખવામાં આવ્યુ હતુ કે, “આવી પરિસ્થિતિમાં ઇમરજન્સી બ્રિજ ટેક્નોલોજી ખૂબ મદદરૂપ થાય છે.“
તેમજ આ વીડિયોનો કોમેન્ટ વાંચતા અમને જાણવા મળ્યુ હતુ કે, ‘જીમ નાટેલો દ્વારા કનફર્મ કરવામાં આવ્યુ કે આ ગેમનો વીડિયો છે.’

તેમજ જીમ નાટેલો દ્વારા યુટ્યુબ ચેનલ પર આ પ્રકારના ગેમિંગ વીડિયો જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગેમિંગનો વીડિયો છે. ભારત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. વાયરલ તમામ માહિતી ભ્રામક છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: નદી પાર કરતા ટ્રકનો આ વીડિયો વાસ્તવિક ઘટના નથી…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
