ભૂપેશ બગેલનો આ ફોટો હાલનો નહીં પરંતુ ચૂંટણી પહેલાનો કોંગ્રેસની મિટિંગ દરમિયાનનો છે.

છતીસગઢની જનતા દ્વારા હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સરકારને જાકોરો આપ્યો છે. આ જ પૃષ્ટભૂમિ પર છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જે ફોટોમાં તેઓ કેન્ડી ક્રશ ગેમ રમતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસની મિંટિગ દરમિયાન ભૂપેશ બગેલ ગેમ રમતા જોઈ શકાય છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

મુન્નાભાઈ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસની મિંટિગ દરમિયાન ભૂપેશ બગેલ ગેમ રમતા જોઈ શકાય છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યુઝ18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ ફોટો સાથેને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે 11 ઓક્ટોબર 2023ના પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ભૂપેશ બગેલના આ ફોટોને લઈ ભાજપા દ્વારા ટિપ્પણી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

ન્યુઝ18 | સંગ્રહ

તેમજ ભૂપેશ બઘેલ દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ફોટોને 11 ઓક્ટોબર 2023ના શેર કરીને જણાવ્યુ હતુ કે, “કેન્ડી ક્રશ તેમની ફેવરિટ ગેમ છે, તેઓ આ ગેમમાં ઠીક-ઠાક લેવલ પર પહોંચી ગયા છે.” જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો આ જ થી બે મહિના પહેલાનો છે, હાલનો ચૂંટણીના પરિણામ બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બગેલનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context