
દેશમાં કોરોના કહેરમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે. તેમજ જૂદા-જૂદા રાજ્યોમાં પ્રતિબંધો પણ લાદવામાં આવી રહ્યા છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યો માં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે. ત્યારે આ વચ્ચે મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાંજના 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાંજના 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે.”

Facebook | Fb post Archive | Article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Bhaskar.com નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હરિયાણામાં નાઇટ કર્ફ્યુના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે બુધવારે કહ્યું કે, તેમણે સાંજે 6 વાગ્યાથી બજાર બંધ રાખવા અંગે કોઈ આદેશ જારી કર્યો નથી. વિજે સોશિયલ મિડિયા પર ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું કે તેને તેની જાણ નથી.”

તેમજ વધુ તપાસ કરતા અમને ફેક્ટ ચેક ડીપીઆર હરિયાણા દ્વારા 28 ડિસેમ્બર 2021ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. તેમાં લખ્યું છે, આવતીકાલે સાંજે 6 વાગ્યાથી બજાર બંધ રાખવા અંગે સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ફેક છે. હરિયાણામાં બજાર બંધ રાખવા અંગે સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ ટ્વિટને DPR હરિયાણાના ટ્વિટર હેન્ડલ પરથી રિટ્વીટ કરવામાં આવ્યું છે.
તેમજ વધુ તપાસ કરતા અમને જાગરણનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. હરિયાણા સરકારે સૂચના આપી છે કે, જે લોકોએ રસી લીધી છે તેમને જ મોલ, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ જેવા જાહેર સ્થળો પર જવાની મંજૂરી છે. તેમજ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ રાત્રિ કર્ફ્યુ 1 જાન્યુઆરી, 2022 સુધી અમલમાં રહેશે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય સાંજના 6 વાગ્યાનો નહિં પરંતુ રાત્રીના 11 વાગ્યાનો સમય છે.

Title:શું ખરેખર હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય સાંજના 6 વાગ્યાનો કરવામાં આવ્યો…?
Fact Check By: Yogesh KariaResult: False
