શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નેતાઓને મળવા માટે એક જ દિવસમાં 4 જોડી કપડાં બદલ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4 અલગ-અલગ કપડાં પહેરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નેતાઓને મળવા માટે એક જ દિવસમાં 4 જોડી કપડાં બદલ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યા છે એ તમામ ફોટો એક જ દિવસના નહીં પરંતુ જુદા-જુદા દિવસના છે. આ ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hiru Dhanek નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મીડિયાએ પણ ભારપૂર્વક બતાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ભાજપ નેતાઓને મળ્યા છે, પરંતુ તેમણે વાસ્તવિક સમાચાર છુપાવ્યા છે, શું તમે જાણો છો કે મોદીજી એક જ દિવસમાં આ 4 નેતાઓને જુદા જુદા કપડાં પહેરીને મળ્યા,

છે ને ગજબની ફકીરી !!!  ને કોના બાપની દિવાળી !!!. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નેતાઓને મળવા માટે એક જ દિવસમાં 4 જોડી કપડાં બદલ્યા.

screenshot-www.facebook.com-2021.06.17-22_32_20.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ફોટો નંબર – 1

પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને PMO India દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 7 જૂન, 2021 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંઘ રાવત મળ્યા હતા તે સમયનો આ ફોટો છે.

Archive

ફોટો નંબર – 2

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આસામના મુખ્યમંત્રી Himanta Biswa Sarma દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 2 જૂન, 2021 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આસામના મુખ્યમંત્રી હિમાન્તા બિસ્વ શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2 જૂન, 2021 ના રોજ મળ્યા એ સમયનો આ ફોટો છે.

Archive

ફોટો નંબર – 3

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને PMO India દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 10 જૂન, 2021 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મણીપુરના ગવર્નર નજમા હેપતુલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 10 જૂન, 2021 ના રોજ મળ્યા એ સમયનો આ ફોટો છે.

Archive

ફોટો નંબર – 4

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ચોથા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને PMO India દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 11 જૂન, 2021 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 11 જૂન, 2021 ના રોજ મળ્યા એ સમયનો આ ફોટો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યા છે એ તમામ ફોટો એક જ દિવસના નહીં પરંતુ જુદા-જુદા દિવસના છે. આ ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નેતાઓને મળવા માટે એક જ દિવસમાં 4 જોડી કપડાં બદલ્યા…?

Fact Check By: Vikas Vyas 

Result: False