
Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રેકિંગ ન્યૂઝ હેલ્મેટ મુક્ત હવે તમામ રાજ્યોમાં જે હેલ્મેટ ચેકિંગ ચાલી રહ્યુ હતું, તેને કોર્ટે ફગાવી દીધું છે, સાગરકુમાર જૈનની અરજી મુજબ, મહાનગર પાલિકાની હદમાં ચાલકને હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત રહેશે નહીં, રાજ્ય માર્ગ કે હાઇવેનો દરજ્જો મળ્યો હોય તેવા રસ્તા પર હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે, આ પછી જો કોઈ ટ્રાફિક અથવા કોઈ પોલીસકર્મી તમને પૂછે તો જો તમે હેલ્મેટ કેમ નથી પહેરેલ તેમ પૂછે તો તમે તેને કહી શકો કે હું મહાનગરપાલિકા પંચાયત સમિતિ શહેરની હદમાં છું. તે સાંભળીને આપ સૌ પ્રસન્ન રહેશો. આ સંદેશને વધુમાં વધુ શેર કરો જેથી લોકોને પણ ખબર પડે…!! તમારી પોતાની દેવેન્દ્ર પ્રતાપસિંહ ચૌહાણ એડવોકેટ પ્રદેશ પ્રમુખ સંયુક્ત એડવોકેટ ફેડરેશન 9452680100 8299683093” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 9 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત દેશના તમામ રાજ્યમાં ચાલી રહેલા હેલ્મેટ ચેકિંગના કાયદાને કોર્ટે ફગાવી દિધો. તેમજ કોર્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ કે હેલ્મેટ પહેંરવુ ફરજીયાત નથી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો મેસેજ ગુજરાતના તમામ વોટ્સએપ ગ્રુપમાં ફરી રહ્યો છે. લગભગ 100થી વધુ લોકો દ્વારા આ મેસેજ અંગેની પડતાલ કરવા અમને જણાવવામાં આવ્યુ હતુ. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ જો આ પ્રકારે કોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવ્યો હોય તો દેશના તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય. તેથી અમે ગૂગલ પર “कोर्ट ने कहा की हेल्मेट पहेनना जरुरी नहीं है” લખતા અમને નીચે મુજબના પરિણામ મળ્ય હતા.
ઉપરોક્ત પરિણામો અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મોબાઈલ નંબર (8299683093) પર ફોન કરતા સામા છેડે રહેલા વકીલ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણ દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “છેલ્લા ઘણા સમયથી આ ખોટા મેસેજથી હું પરેશાન છું, છતીસગઢ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોમાં પણ આ પ્રકારે મારા મોબાઈલ નંબર અને નામ સાથે ખોટો મેસેજ ફરી રહ્યો હતો. પરંતુ આ ચારેય સ્ટેટમાં આ ખોટો મેસેજ અટકાવવામાં સફળતા મળી હતી. પરંતુ ગુજરાતના લોકો સતત આ મેસેજ વાંચી ફોન કરી રહ્યા છે. તમારા માધ્યમથી હું વિંનતી કરૂ છું કે, લોકો હેલ્મેટ પહેરે કારણ કે, હેલ્મેટ પહેરવું ફરજીઆત છે.”
ત્યારબાદ અમને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાપસિંહ દ્વારા આ ખોટા મેસેજને લઈ લોકોને જે વિડિયો મેસેજ આપવામાં આવ્યો હતો. તે પ્રાપ્ત થયો હતો. તારીખ 13 જૂલાઈ 2019નો આ મેસેજ જોવા માટે નીચેની લિંક પર તમે ક્લિંક કરી જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, હેલ્મેટ પહેંરવુ ફરજીઆત છે. કોર્ટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોઈ અસામાજીક તત્વો દ્વારા લોકોને ભ્રામક કરવા અને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણને હેરાન કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હેલ્મેટ પહેંરવુ ફરજીઆત છે. કોર્ટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોઈ અસામાજીક તત્વો દ્વારા લોકોને ભ્રામક કરવા અને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણને હેરાન કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે.

Title:શું ખરેખર હેલ્મેટ પહેરવુ ફરજીઆત નથી, તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
