શું ખરેખર આ વીડિયો મોતી બેકરી અમદાવાદનો છે…? જાણો સત્ય

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Rahul Radadiya  નામના એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Moti bakery kalupur. ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 86 લોકોએ લાઈક કરી હતી, 13 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.25-14-43-52.png

Facebook Post | Archive | Photo Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે મોતી બેકરી, કાલુપુર, અમદાવાદનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો મોતી બેકરી, કાલુપુર, અમદાવાદનો નથી. અમારી બેકરીમાં આ પ્રકારની કોઈ જ ઘટના બની નથી. પરંતુ કેટલાક અસંતુષ્ટો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. તેમજ આ ઘટના અંગે અમને જાણ થતાં અમે કાલુપુર પોલીસ મથકે આ અંગે લેખિત ફરિયાદ પણ આપી છે. તેમજ અમને વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ વીડિયો પાકિસ્તાનના કરાંચીમાં આવેલી ટ્રીટ બેકરીનો છે.” 

કાલુપુર સ્થિત મોતી બેકરી દ્વારા કાલુપુર પોલીસ મથકે કરવામાં આવેલી લેખિત ફરિયાદની કોપી તમે નીચે જોઈ શકો છો.

2019-07-25.png

ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને બેકરીની તમામ પ્રોડક્ટસ પર ‘Treats’ નો લોગો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

image2.jpg

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમે યુટ્યુબ પર treats bakery Karachi  સર્ચ કરતાં અમને 18 જુલાઈ, 2019 ના રોજ SibteinTV Official દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં નીચે સ્પષ્ટ લખેલું જોઈ શકાય છે કે, વાયરલ થયેલો આ વીડિયો પાકિસ્તાનના કરાંચીમાં આવેલી ટ્રીટ બેકરીનો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

 અમારી વધુ તપાસમાં અમને Hyderabad Deccan News દ્વારા 21 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આ ઘટનનાને લગતો એક અન્ય વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને ટ્રીટ બેકરીનું ફેસબુક પેજ પણ પ્રાપ્ત થયું હતું. આ પેજ પર મૂકવામાં આવેલા લોગો અને પોસ્ટમાં દેખાતી બેકરીની પ્રોડક્ટસ પરના લોગોની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

image4.jpg

Archive

ઉપરના સંપૂર્ણ સંશોધન પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વીડિયો અમદાવાદમાં કાલુપુર સ્થિત મોતી બેકરીનો નહીં પરંતુ પાકિસ્તાનના કરાંચીમાં સ્થિત ટ્રીટ બેકરીનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દેખાતો વીડિયો અમદાવાદના કાલુપુર સ્થિત મોતી બેકરીનો નહીં પરંતુ પાકિસ્તાનના કરાંચી સ્થિત ટ્રીટ બેકરીનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો મોતી બેકરી અમદાવાદનો છે…? જાણો સત્ય

Fact Check By: Vikas Vyas 

Result: False