શું ખરેખર રંજન ગોગોઈ દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National

Sameer Khoja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. डीजल, पेट्रोल, प्याज, टमाटर, रु5 महंगा होगा तो भारत बंद करने निकल पडते हैं कुछ वीर बहादुर लेकिन 8 करोड बांग्लादेशी और रोहिंगिया क्या तुम्हारे जीजा लगते हैं जो उनका समर्थन करते हो…?” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 756 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રંજન ગોગોઈ દ્વારા આ પ્રકારે ટ્વિટ કરી માહિતી આપવામાં આવી હતી.

FACEBOOK | FB POST ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સા થે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2018નો News18 નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર સીજેઆઈ રંજન ગોગઈ ના નામે ફેક એકાઉન્ટ બનાવનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ટ્વિટરને પણ આ એકાઉન્ટ હટાવવાની ભલામણ કરવામાં આવી છે.

News18 | ARCHIVE

તેમજ ટ્વિટર દ્વારા પણ આ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

TWITTER

દિલ્હી ભાજપાના પ્રવક્તા તાજિન્દર પાલ સિંઘ બગ્ગા દ્વારા પણ તારીખ 21 માર્ચ 2020ના તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરી અને એ વાતની પૃષ્ટી કરવામાં આવી હતી કે, “શ્રી રંજન ગોગઈના નામ પર જેટલા પણ ટ્વિટર એકાઉન્ટ છે. તે ફેક છે.

ARCHIVE

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગઈનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “તેમના દ્વારા ટ્વિટરનો ઉપયોગ કરવામાં આવતો જ નથી. તેમનુ કોઈ ટ્વિટર એકાઉન્ટ પણ નથી. તેમજ આ ટ્વિટર આઈડીને લઈ તેમના દ્વારા સુપ્રિમ કોર્ટ થકી પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી છે. તેમજ બીજેપી આઈટી સેલને પણ તેમના દ્વારા આ અંગેની જાણ કરી દેવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટએ રંજન ગોગઈ દ્વારા કરવામાં નથી આવ્યુ. તેમના નામે ફેક એકાઉન્ટ બનાવી કોઈ અન્ય દ્વારા ફેક એકાઉન્ટ બનાવી ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. જે અંગે રંજન ગોગઈ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર રંજન ગોગોઈ દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False