
Fatehsinhji Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ મારું ગુજરાત નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, शाहरुख खान की फिल्म Lion King कोई हिंदू नहीं देखेगा क्योंकि इसी सुअर ? ने जय श्री राम नारे पर प्रतिबंध लगाने की मांग की है??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 502 લોકોએ લાઈક કરી હતી. 106 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 400 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર શાહરુખ ખાન દ્વારા આ પ્રકારે જય શ્રી રામ ના નારા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ शाहरुख खानने जय श्री राम के नारे पर प्रतिबंध लगाने की मांग की સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહરુખ ખાન દ્વારા જય શ્રી રામના નારા પર પ્રતિબંધ લગાવાની માંગ કરવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહરુખ ખાન દ્વારા જય શ્રી રામના નારા પર પ્રતિબંધની માંગ અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે શાહરુખ ખાનના ફેસબુક અને ટ્વિટર પર આ માહિતીને શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.


ઉપરોક્ત તમામ સંશઓધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહરુખ ખાન દ્વારા ક્યારેય પણ જય શ્રી રામના નારા પર પ્રતિબંધની માંગ કરવામાં નથી આવી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, શાહરુખ ખાન દ્વારા જય શ્રી રામના નારા પર પ્રતિબંધની માંગ કરવામાં નથી આવી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
