
Pushpendra Tripathi નામના એક ફેસબુક યુઝર દ્વારા 13 જૂન, 2019ના રોજ WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ આ પોસ્ટની અંદર બિપિન રાવતના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, “आर्मी चीफ बिपिन रावत जी ने कहा अगर नेता बनना है तो 5 साल पहले देश की सेवा के लिए आर्मी में होना अनिवार्य कर दिया जाए। यकीन मानिए देश का 80% कचरा अपने आप ही साफ हो जाएगा। इनके बातों से कितने लोग सहमत हैं।” ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 14000 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 1600 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમજ 1100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા આ માહિતીને શેર કરવામાં આવી હતી જેથી તેનું સત્ય જાણવા અમે અમારી પડતાલ/તતપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે બિપિન રાવત દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય તો કોઈ ને કોઈ મીડિયા દ્વારા એ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે અમે ગુગલનો સહારો લીધો અને अगर नेता बनना है तो 5 साल पहले देश की सेवा के लिए आर्मी मे होना अनिवार्य किया जाए સર્ચ કરતા અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ સેનાધ્યક્ષ બિપિન રાવત દ્વારા આ પ્રકારનું નિવેદન આપ્યું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ પ્રકારની માહિતી પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને આ માહિતીની ઘણા બધા ફેક્ટ ચેકર્સ દ્વારા સત્યતા તપાસવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
Dainik Bhaskar | The Quint | Alt News | News Central 24*7 |
Archive | Archive | Archive | Archive |
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઈન્ડિયન આર્મીનું ઓફિશિયલ ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પ્રાપ્ત થયું હતું. આ બંને પર આર્મી ચીફ બિપિન રાવત દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી એ બાબતની લખાણ સાથે પુષ્ટી કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટપણે સાબિત થાય છે કે, સેનાધ્યક્ષ બિપિન રાવત દ્વારા ક્યાંય અને ક્યારેય પણ આ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું. આ માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર કેટલાક ઠગબાજો દ્વારા મૂકવામાં આવી છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, સેનાધ્યક્ષ બિપિન રાવત દ્વારા ક્યારેય પણ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર સેનાધ્યક્ષ બિપિન રાવતે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
