‎‎‎‎અમિત કુમાર સોની હિંદુ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, राहुल गांधी के साथ ये वही जिहादी है जो कल सुरक्षा बलों पर पथराव कर रहे दंगाई को बचा रही थी और भद्दी भद्दी गालिया दे रही थी, राहुल के साथ इसका फ़ोटो देखकर एक बात साफ हो गई कि ये दंगे पूर्ण रूप से सुनियोजित तरीके से कोंग्रेस और आप पार्टी ने करवाये है. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલા વિરોધ પ્રદર્શનમાં દેખાતી યુવતી અને પોસ્ટમાં મૂકવામાં આવેલા પોટોમાં રાહુલ ગાંધી સાથે દેખાતી વિદ્યાર્થીની બંને એક જ છે. આ હિંસા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કરાવવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ પોસ્ટને 75 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અને JMIU ની હિંસામાં પ્રદર્શન કરનાર વિદ્યાર્થીની બંને એક જ છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને ઘણા બધા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં અમને english.manoramaonline.com દ્વારા 5 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાહુલ ગાંધીનો છોકરી સાથેનો આ ફોટો કરુવાકુન્ડુ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મલપ્પુરમ ખાતેનો છે. જ્યાં રાહુલ ગાંધી એક વિજ્ઞાન પ્રયોગશાળાનું ઉધઘાટન કરવા ગયા હતા. આ સમયે રાહુલ ગાંધી દ્વારા અંગ્રેજીમાં સંબોધન કરવામાં આવ્યું હતું. જેનો મલયાલમ ભાષામાં અનુવાદ કરવા માટે ધોરણ 12 ની વિદ્યાર્થીની સફા ફેબિન સ્ટેજ પર ગઈ હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને Indian National Congress દ્વારા 5 ડિસેમ્બર, 2019 ના રોજ તેના ઓફિશિયલ યુટ્યુબ પર રાહુલ ગાંધીના મલપ્પુરમ ખાતે કરવામાં આવેલા સંબોધનનો સંપૂર્ણ વીડિયો મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

હવે એ પણ જાણવું જરૂરી હતું કે, જામિયા મિલીયા ખાતે થયેલી હિંસામાં પ્રદર્શાન કરનારી યુવતી કોણ છે? તેથી સોપ્રથમ અમે તેનો ફોટો મેળવવાની કોશિશ કરતાં એ ફોટો અમને પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત ફોટોને અમે ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને inkhabar.com દ્વારા 15 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે નાગરિકતા સંશોધન બિલના વિરોધ અંગે વિદ્યાર્થીઓ અને પોલાસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયા હતા અને પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતા. જેમને થોડાક સમય પછી છોડી પણ દેવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે અહીં જોઈ શકો છો. inkhabar.com | Archive

ઉપરોક્ત ફોટો વિરોધ પ્રદર્શન હિંસક બન્યા પછી દિલ્હી પોલીસ દ્વારા JMIU ના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જનો છે. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના બાજુના એક મકાનમાં શરણ લીધી હતી. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો કે જેમાં બે વિદ્યાર્થીનીઓ લાડેદા ફરજાના અને આયશા રેનાને પોલીસની સામે રકઝક કરતા અને તેમના સાથી વિદ્યાર્થી શાહીન અબ્દુલ્લાને પોલીસની મારથી બચાવવા માટે પ્રયાસ કરતા સમયે લેવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો તમે અહીં જોઈ શકો છો. વધુમાં અમને લાડેદા ફરજાના અને આયશા રેનાનું એક ઈન્ટરવ્યૂ પ્રાપ્ત થયું હતું. જેમાં તે જામિયા મિલીયા યુનિવર્સિટીની 22 વર્ષની વિદ્યાર્થીની હોવાનું જણાવવામાં આવ્યું છે.

Archive

નીચે તમે રાહુલ ગાંધી સાથે ફોટોમાં દેખાતી 17 વર્ષની યુવતી સફા ફેબિન અને જામિયા મિલીયા યુનિવર્સિટીની 22 વર્ષની વિદ્યાર્થીની લાડેદા ફરજાના અને આયશા રેનાના ફોટોની સરખામણી જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી કેરલની એક વિદ્યાર્થીની સફા ફેબિન છે. જેણે રાહુલ ગાંધી માટે તેમના ભાષણનો મલયાલમ ભાષામાં અનુવાદ કર્યો હતો. જ્યારે જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલ હિંસામાં દેખાતી પ્રદર્શનકારી યુવતીઓના નામ લાડેદા ફરજાના અને આયશા રેના છે. જે બંને જામિયા મિલીયા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી કેરલની એક વિદ્યાર્થીની સફા ફેબિન છે. જેણે રાહુલ ગાંધી માટે તેમના ભાષણનો મલયાલમ ભાષામાં અનુવાદ કર્યો હતો. જ્યારે જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલ હિંસામાં દેખાતી પ્રદર્શનકારી યુવતીઓના નામ લાડેદા ફરજાના અને આયશા રેના છે. જે બંને જામિયા મિલીયા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અને JMIU માં પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીની બંને એક જ છે...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False