
Nimisha Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ૐ શાંતિ શાંતિ શાંતિ #કોળી _ સમાજની _ દીકરી _ ડોક્ટર _ કોળી _ મનીષા _ પાટિલ 188 કોરોનાગ્રસ્ત લોકોને સાજા કર્યા હતા અને કોરોનાના કારણે # સારવાર _ આપતા _ આપતા _ તેણીનું _ મૃત્યુ_થયું. ઈશ્વર સેવાભાવી ડોક્ટરની આત્માને શાંતિ આપે. કોમેંટમાં ૐ શાંતિ લખી શ્રધ્ધાંજલિ આપીએ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5700થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5000થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 752 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ડો.મનિષા પાટીલ નામની મહિલાનું મોત નિપજ્યુ.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ડો.રિચા રાજપૂત દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “તેના ફોટોનો દૂરઉપયોગ મનીષા પાટિલના નામે કરવામાં આવી રહ્યો.”
યુપી પોલીસ અને સાયબર પોલીસને ટેગ કરતા તેમણે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, “લોકો સોશિયલ મીડિયા પર મારા મૃત્યુ વિશે ખોટી અફવાઓ શેર કરી રહ્યા છે. હું જીવંત છું અને મારા સમય પહેલાં મને મારો નહિં. કૃપા કરીને આવી બધી પોસ્ટની જાણ કરો.“
તેણે તેમના મૃત્યુની અફવાઓની સ્પષ્ટતા કરતો વિડિયો પણ મૂક્યો હતો. તેમણે વિડિયો ટ્વિટ કરતા જણાવ્યુ હતુ કે, “હું જીવંત છું. ફેસબુક અને ટ્વિટર પર મારા મૃત્યુ અંગે ખોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. હસવુતો આવે છે પરંતુ ડર પણ લાગે છે કે કોઈક મારા ભૂતની અફવા ફેલાવી મારામારી કરી ન દે. આવી અફવાઓથી અગાઉ પણ ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. મારો સંદેશ તમે કરી શકો તેટલું શેર કરો.”
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ડો.રિચાનો આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો હતો તે જાણવા અમે પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને ડો. રિચા દ્વારા તારીખ 25 એપ્રિલના મારો #Blue twitterમાં પ્રવેશ લખી તેમનો ફોટો ટ્વિટ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ડો.રિચાના ફોટોનો ઉપયોગ કરી ડો.મનિષા પાટીલના નામે ઘણા ફેક એકાઉન્ટ સોશિયલ મિડિયામાં શરૂ કરી દેવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટો ડો.મનીષા પાટિલનો નથી. તે ફોટો ડો.રિચા રાજપૂતનો છે. મનીષા પાટિલના નામે તેના ફોટોનો દુરૂપયોગ થઈ રહ્યો છે. તેણીએ તેના મૃત્યુ અંગેની અફવાઓનું ખંડન કર્યુ છે. અમે અમારા પાઠકોને પણ વિનંતી કરીએ છીએ કે આવા ખોટા સમાચારો ન ફેલાવે.

Title:શું ખરેખર ડો.મનિષા પાટિલનું કોરોનાના દર્દીની સારવાર કરતા મોત થયુ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
