
ગુજરાતી ન્યુઝ વેબસાઈટ ધ થિંકેરા દ્વારા એક ન્યુઝ આર્ટિકલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા દ્વારા ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા ઈસ્લામ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ તેમણે ફૂટબોલ માંથી સન્યાસ લઈ લીધો છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોલ પોગ્બા દ્વારા મિડિયામાં વહેતી આ ખબરોનું ખંડન કર્યુ હતુ અને તેમને સન્યાસ ન લીધો હોવાનું પણ જણાવ્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
The Thinkera – થીંકેરા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા દ્વારા ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા ઈસ્લામ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ તેમણે ફૂટબોલ માંથી સન્યાસ લઈ લીધો.”
Facebook | Fb post archive | Fb Article Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત આર્ટિકલમાં જણવવામાં આવ્યુ હતુ કે, પોલ પોગ્બા દ્વારા તેમની નિવૃતીની જાહેરાત ટ્વિટ કરીને આપવામાં આવી હતી. તેથી સૌપ્રથમ અમે પોલ પોગ્બાનુ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ તપાસ્યુ હતુ.
અમને પોલના ટ્વિટર એકાઉન્ટ પરથી તારીખ 26 ઓક્ટોબરના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “ધ સન વેબસાઈટ દ્વારા તેમના સન્યાસને લઈ ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા.” જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
તેમજ ધ સન ફૂટબોલ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે ખૂલાસો કરતા એક ટ્વિટ કરવામાં આવ્યુ હતુ અને તેમના પ્રવક્તા દ્વારા જણાવ્યુ હતુ કે, “પોલ પોગ્બા અંગેના આ સમાચાર તેમણે એક સ્પોર્ટસ વેબસાઈટ પરથી પ્રકાશિત કર્યા હતા. તેમજ પોલ દ્વારા આ અંગે ખંડન કરતા તેમના દ્વારા તેમના આર્ટિકલમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ અંગે તેઓ દ્વારા માફી પણ માંગવામાં આવી હતી.” તેમનું આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
તેમજ પોલ પોગ્બા દ્વારા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “તો ધ સન દ્વારા ફરી એકવાર આવુ કરવામાં આવ્યુ… મારા વિશે 100 ટકા ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. જે મેં ક્યારેય કહ્યું કે વિચાર્યું પણ નથી. મને દુ:ખ, ગુસ્સો અને આશ્ચર્ય છે કે કેટલાક ‘મિડિયા’ સ્ત્રોતોએ મારો ઉપયોગ ફ્રાન્સમાં ચાલી રહેલી સંવેદનશીલ ઘટનાઓ પર બનાવટી હેડલાઇન્સ બનાવવા માટે કર્યો અને તેમાં ફ્રેન્ચ રાષ્ટ્રીય ટીમને પણ લપેટી લીધી. હું કોઈપણ પ્રકારના આતંક અને હિંસાની વિરૂદ્ધ છું. દુર્ભાગ્યે, કેટલાક મિડિયા લોકો સમાચાર લખતી વખતે જવાબદાર વલણ અપનાવતા નથી અને પ્રેસની સ્વતંત્રતાનો દુરઉપયોગ કરે છે. જે લખ્યું છે તે પણ સાચું છે કે નહીં તે તપાસો નહીં અને ચાલો ગપસપ કરીએ. અનુલક્ષીને, તે લોકો અને મારા જીવનને અસર કરે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોલ પોગ્બા દ્વારા મિડિયામાં વહેતી આ ખબરોનું ખંડન કર્યુ હતુ અને તેમને સન્યાસ ન લીધો હોવાનું પણ જણાવ્યુ હતુ.

Title:શું ખરેખર ફ્રાંસના રાષ્ટ્રપતિની ઈસ્લામ પરની ટિપ્પણી બાદ પોલ પોગ્બાએ ફૂટબોલમાંથી સન્યાસ લિધો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
