શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલના જ માસ્ક લેવાની ફરજ પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સારા વિચાર ના માનવીઓનું પેજ નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી નહીં… એ સ્કૂલ માં જ ભણશે તો જ તમારો દીકરો ડોકટર કલેકટર બનશે એવું નથી… દરેક વાલી આ બાબતે પોતાનુ મંતવ્ય જણાવે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા શાળામાં ભણતા બાળકો માટે માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. બાળકોને DPS ના લોગો અને લખાણવાળા માસ્ક શાળા સંચાલકો તરફથી ફરજિયાત લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે. આ મસ્કની કિંમત પણ એટલી બધી છે કે જેના ભાવમાં 10 થી વધુ બીજા માસ્ક ખરીદી શકાય. આ પોસ્ટને 726 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 72 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 339 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.10-21_44_18.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા આ પ્રકારે માસ્ક તૈયાર કરીને બાળકોને એ ફરજિયાત લેવા માટે બદાણ કરવામાં આવે છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને અમને ફેસબુક પર મૂકવામાં આવેલી અન્ય પોસ્ટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, DPS દ્વારા માસ્કનો ધંધો ચાલુ કરવામાં આવ્યો છે. અને આ માસ્ક બાળકોને 400 રૂપિયામાં ફરજિયાતપણે લેવા માટે દબાણ કરવામાં આવે છે. 

અમારી વધુ તપાસમાં અમને thehindu.com દ્વારા 6 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હી પબ્લિક સ્કૂલના નામે કેટલાક ફેરિયાઓ દ્વારા નફો કમાવાના હેતુથી DPS ના લોગો અને લખાણવાળા માસ્કનું વિતરણ કરવામાં વી રહ્યું છે. જેનો દિલ્હી પબ્લિક સ્કૂલ સાથે કોઈ જ સંબંધ નથી. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, એક પણ દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા આ પ્રકારે બાળકોને ફરજિયાત માસ્ક ખરીદવાનું કહેવામાં આવ્યું પણ નથી. 

image2.png

 Archive

અમારી વધુ તપાસમાં અમને Delhi Public School, Siliguri  દ્વારા 5 જૂન, 2020 ના રોજ તેના ફેસબુક પેજ પર મૂકવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આજ માસ્કના ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અમારી શાળા દ્વારા કોઈ પણ બાળકને આ પ્રકારે 400 રૂપિયામાં માસ્ક ખરીદવાની ફરજ પાડવામાં આવી નથી કે પછી અમારી શાળામાં આ પ્રકારે માસ્કનું વેચાણ પણ કરવામાં આવતું નથી. 

https://www.facebook.com/dpsslgofficial/posts/3266754683348822?__cft__[0]=AZUs38RVrwbqCTwEqlXzC9nd8r42QfhL3Rvj0Z-C-EUpQAo6_30BwfYQRQ90c-8DeQhF3Q_vhzjabo6eCYF5bsIDtpyMLgHw-59t7cWwS3Y3PRiKu0kqvYa-X4LugzEwMXmSvc3z6ez4MU6YLfiba4bqdbY3LWJLlVWF5mXap2nKJg&__tn__=%2CO%2CP-R

Archive

વધુમાં અમને ફેસબુક પર અન્ય DPS સ્કૂલના પેજ દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ખોટી હોવાની પોસ્ટ મૂકવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થી હતી જે તમે અહીં જોઈ શકો છો. DPS Bhopal |DPS Indore | DPS Fulbari | DPS Bangalore

અમારી વધુ તપાસમાં અમને DPS દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોવાની માહિતી સાથેના સમાચાર આપતો એક અહેવાલ jagran.com દ્વારા 6 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

screenshot-www.jagran.com-2020.06.10-22_37_30.png

Archive

 અંતમાં અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુવાહાટીની દિલ્હી પબ્લિક સ્કૂલનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા આ પ્રકારે માસ્કનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી તદ્દન ખોટી છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા DPS ના લોગો અને લખાણ સાથેના માસ્કનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા DPS ના લોગો અને લખાણ સાથેના માસ્કનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલના જ માસ્ક લેવાની ફરજ પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False