
Krunal Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2021 માં નાસા (અમેરિકા) દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવર ઉપર આ નામ લખવામાં આવેલા છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરૂ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નામ રાખેલું છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “2021માં નાસા દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવરનું નામ સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોના નામ પર રાખવામાં આવ્યુ છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમને ફોટોની ડાબી બાજુ બોર્ડિગ પાસ માર્સ 2020 લખેલુ જોવા મળતા અમે ગૂગલ પર આ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને નાસાની ઓફિસિયલ વેબસાઈટ પર 21 મે 2019ના આપવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જે અનુસાર આગામી મંગળ મિશન માટે જે લોકો પોતાનું નામ મોકલવા ઈચ્છતા હોય તે મોકલી શકે છે અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધૂ નામો ઉડ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પ્રક્રિયા સમજ્યા બાદ અમે પણ આ પ્રયોગ કર્યો હતો અને અમારૂ નામ લખવા પ્રયત્ન કર્યો હતો. જેથી અમારો પણ બોર્ડિગ પાસ બન્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મંગળ ગ્રહ પર મોકલવામાં આવતા ઉપગ્રહ પર કોઈપણ વ્યક્તિ પોતાનું નામ લખીને મોકલાવી શકે છે. સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતનો નામ પર રોવરનું નામ રાખવામાં આવ્યુ તે વાત ખોટી છે.

Title:નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
