
ફેસબુક પર Gujju king નામના પેજ દ્વારા 23 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે 1 કલાકમાં મળશે ડ્રાઈવિંગ લાઈસન્સ, નહીં જોવી પડે રાહ” શિર્ષક હેઠળ મલ્ટીમોબ્સ.કોમ નામની વેબસાઈટનો એક આર્ટીકલ શેર કરવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે, હવે 1 કલાકમાં જ ડ્રાઈવિંગ લાઈસન્સ મળી જશે, રાહ નહી જોવી પડે. આ પોસ્ટ પર 454 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 25 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા અને 353 લોકો દ્વાર આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
પોસ્ટમાં શેર કરવામાં આવેલો અહેવાલ વાંચવા નીચેની લિંક પર ક્લિંક કરો.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌ પ્રથમ અમે અમદાવાદમાં જૂના વાડજ પાસે સુભાષ બ્રિજ પાસે આવેલી RTO ઓફિસની મુલાકાત લીધી હતી અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તપાસ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, લર્નિગ લાઇસન્સ મેળવવામાં પણ 3-4 કલાક જેટલો સમય લાગે છે, અને લાઈનમાં જ ઉભું રહેવું પડે છે.

ત્યાર બાદ ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મહિલાઓ માટે અલગ કાઉન્ટર ઉભું કરવામાં આવશે, અને ત્ચાં મહિલાઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. પરંતુ આ પ્રકારની પણ કોઈ વ્યવસ્થા અમને RTO ઓફિસમાં જોવા મળી ન હતી, અમે અમદાવાદ બાદ ગુજરાતની અન્ય 5 RTO ઓફિસ પર અમારી પડતાલ કરાવી હતી. પરંતુ ત્યાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા જોવા મળી હતી. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એક પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ ન હતી.

ત્યારબાદ અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી આગળ વધારી હતી અને ગુજરાતના ટ્રાન્સપોર્ટ કમિશ્નર સોનલ મિશ્રા જોડે વાત કરી હતી અને ઉપરોક્ત દાવા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “હાલ તમે જે વાત મને કહી રહ્યા છો, તેવી સુવિધા વિશે મને કોઈ ખ્યાલ નથી, મહિલા માટે અલગ કાઉન્ટરની કોઈ સુવિધા હાલ ગુજરાતમાં કોઈ કચેરીમાં હોય તેવું મારા ધ્યાને આવ્યું નથી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. ગુજરાતમાં ક્યાંય પણ 26 એપ્રિલ 2019 સુધી તો આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ જ નથી. જો આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય તો ટ્રાન્સપોર્ટ કમિશ્નરને તો આ અંગેનો ખ્યાલ હોય પરંતુ તેમને પણ આ અંગે કોઈ ખ્યાલ નથી.

Title:શું ખરેખર ગુજરાતમાં 1 કલાકમાં મળી જશે લાઈસન્સ? જાણો શું છે સત્ય…..
Fact Check By: Frany KariaResult: False
