શું ખરેખર સરકાર હવે સસ્તાભાવે ACનું વેચાણ કરશે..? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Gopi G italiya નામના ફેસબુક યુઝર દ્વારા Patidar Ekta Manch. પેજ પર 14 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, સરકાર હવે ઓનલાઈન સસ્તા ભાવે AC વેચશે, આ ACમાં 40 ટકા સુધી લાઈટબીલમાં બચત થશે શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 564 લોકો દ્વારા પોતાના અભિપ્રાયો આપવામાં આવ્યા હતા, 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, તેમજ આ પોસ્ટ સાથે જે આર્ટીકલ શેર કરવામાં આવ્યો છે, તેને 670 લોકો દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી હતી, તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર सरकार कम दाम में बेचेंगी एर कंडिशनर અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત મળેલા પરિણામોમાં ક્યાંય પણ સરકાર દ્વારા સસ્તા એસી વેંચવા માટેની સ્કિમ બહાર પાડાવામાં આવી હોય કે બહાર પાડવામાં આવશે તેવુ જાણવા મળ્યુ ન હતુ. ત્યારબાદ અમે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલનો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે પુછતા તેમને અમને જણાવ્યુ હતુ કે, આવી કોઈ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હોય તે અંગે તેમને કોઈ જાણ નથી.

ત્યારબાદ અમે ગુજરાત સરકારના અધિક સચિવ સંજય પ્રસાદનો સંપર્ક સાધ્યો હતો અને તેમને અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારની કોઈ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી, અને બહાર પાડવામાં આવશે તે અંગે કોઈ માહિતી નથી.

ત્યારબાદ ઉપરોક્ત આર્ટીકલમાં “EESL”  કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેથી અમે તે કંપનીની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી, દરમિયાન અમને તેમની હેલ્પલાઈન નંબર પ્રાપ્ત થયા તેમાં અમે સંપર્ક સાધ્યો હતો અને ઉપરોક્ત પોસ્ટ અંગે પૂછતા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, હાલ આ પ્રકારની કોઈ યોજના ગુજરાત માટે લોન્ચ કરવામાં નથી આવી.

ARCHIVE

ત્યારબાદ ઉપરોક્ત આર્ટીકલમાં પણ અમને ગંભીર ભૂલ જણાઈ હતી, આર્ટીકલની અંદર શીર્ષકમાં લખવામાં આવ્ચુ છે કે, માત્ર 10000માં મળશે સોલારથી ચાલતુ AC, જાણો ક્યાંથી મળશે પરંતુ નીચે અંતમાં લખવામાં આવ્યુ છે કે, તેની સ્ટાર્ટિગ કિંમત 13500 છે. આમ એક જ પેરેગ્રાફમાં ACના બે ભાવ જણાવી ખોટી માહિતી આપવામાં આવી રહી છે. જે આપ નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાય પણ સાબિત થતો નથી. સરકાર દ્વારા સસ્તા ભાવે એસી વેંચવામાં આવશે તે વાત ખોટી સાબિત થાય છે.

પરિણામ

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા સસ્તા ભાવે એસી વેંચવામાં આવશે તે વાત ક્યાંય પણ સાબિત થતી નથી.

Avatar

Title:શું ખરેખર સરકાર હવે સસ્તાભાવે ACનું વેચાણ કરશે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False