શું ખરેખર બાળકીઓને પ્રાઈવેટ શાળામાં મફત ભણાવવામાં આવશે..? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

GujjuBaba નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે દીકરીઓને કોઈપણ મોટી શાળામાં પણ મળશે મફતમાં શિક્ષણ, જાણો કેવી” રીતે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 754 લોકો દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 12 લોકો દ્વારા તેમના મંતવ્યો આપવામાં આવ્યા હતા, તેમજ 3339 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હવે કોઈપણ બાળકીને મોટી પ્રાઈવેટ શાળામાં પણ મફતમાં ભણાવવામાં આવશે.

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરી આ અંગેની માહિતી લેવા પ્રયત્ન કર્યો હતો. ગૂગલ પર “છોકરીઓને પ્રાઈવેટ શાળામાં મળશે મફત એડમિશન” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને કયાંય પણ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની વિગતો પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી આગળ વધારતા પાંચ જિલ્લાના શિક્ષાણાધિકારીઓ સાથે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે પુછતા તમામ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આવી કોઈ યોજના હજુ સુધી સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી. તમે જે વાત કરી રહ્યા છો તે સાવ ખોટી છે.”

ત્યારબાદ અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી આગળ વધારી હતી અને ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આર્ટીકલમાં લખવામાં આવ્યુ હતુ કે, CBSE દ્વારા આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે, અને વધુ વિગત CBSE ની વેબસાઈટ પરથી પ્રાપ્ત થશે. તેથી અમે CBSEની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લીધી ત્યા અમને આવી કોઈ યોજનાની વિગત ધ્યાને આવી ન હતી. ત્યારબાદ વેબસાઈટ પર દર્શાવવામાં આવેલા ઈન્કવાયરી નંબર પર અમે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આવી કોઈ યોજના બહાર પાડવામાં આવી નથી. જે કોઈ પણ વ્યક્તિ દ્વારા આ સમાચાર આપવામાં આવ્યા છે, તે ખોટા સમાચાર આપવામાં આવ્યા છે.”

ARCHIVE

ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે આ અંગે વાત કરતા તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ યોજના સરકાર દ્વારા લાવવામાં આવી નથી. આ વાત સાવ ખોટી છે. RTE સિવાયની આવી કોઈ યોજના હાલ અમલીકરણમાં નથી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ યોજના હાલ અમલમાં હોઈ કે સરકાર દ્વારા આ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી હોય તેવું ક્યાંય સાબિત થતું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. સરકાર દ્વારા હાલ આ પ્રકારે કોઈ યોજના અમલમાં મુકવામાં નથી આવી, તેમજ આ પ્રકારની કોઈ યોજનાની જાહેરાત પણ કરવામાં નથી આવી. તેમજ CBSE ની વેબસાઈટમાં પણ આ યોજનાનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

Avatar

Title:શું ખરેખર બાળકીઓને પ્રાઈવેટ શાળામાં મફત ભણાવવામાં આવશે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False