શું ખરેખર પાટીદાર આંદોલન પૂર્ણ થઈ ગયુ..? જાણો શું છે સત્ય………

Mixture રાજકીય I Political

Patidar Live News Gujarat નામના પેજ દ્વારા 1 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.

શેર કરજો જલ્દી હાર્દિક પટેલની કબૂલાત, પાટીદાર અનામત આંદોલનનું હવે કોઈ અસ્તિત્વ નથી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 453 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા, 47 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, જયારે 19 હજાર લોકો દ્વારા આ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને જોવામાં આવ્યો હતો.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી તો અમને ટીવીનાઈન ગુજરાતી ન્યુઝ ચેનલના ટ્વિટર એકાઉન્ટ પરથી હાર્દિક પટેલ દ્વારા 1 મે 2019ના રોજ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ મળી આવી હતી, જેમાં હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “10 ટકા અનામત આપ્યા બાદ આંદોલન ન થઈ શકે, અને તેમ છતાં જો આંદોલન કરીએ તો રાજનીતી કરી કહેવાય.

ARCHIVE

જો કે, આ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ માત્ર 32 મિનિટમાં જ હાર્દિક પટેલ દ્વારા તેના વોટ્સએપ પર એક સ્ટેટ્સ મૂકવામાં આવ્યું હતું કે, જયાં સુધી પાટીદાર યુવાનો ઉપરથી તમામ પોલીસ કેસો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે – હાર્દિક પટેલ જેનો સ્ક્રિન શોટ આપ નીચે જોઈ શકો છો.

જો કે, આંદોલન મામલે તારીખ 2 મે 2019ના રોજ હાર્દિક પટેલનું શું કહેવું છે તે જાણવું જરૂરી જણાતા અમે હાર્દિક પટેલનો સંપર્ક સાધ્યો હતો અને હાર્દિક પટેલને આંદોલન વિશે પૂછતા તેણે અમને જણાવ્યું હતું કે જયા સુધી આંદોલન સમયે પાટીદાર યુવાનો પર કરાયેલા પોલીસ કેસ પરત નહિં ખેચાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, જે-તે સમયે હાર્દિક પટેલ દ્વારા કહેવાયું હતું કે, 10 ટકા અનામત બાદ આંદોલન ન કરાય જયારે બાદમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, આંદોલન ચાલુ જ રહેશે.

Avatar

Title:શું ખરેખર પાટીદાર આંદોલન પૂર્ણ થઈ ગયુ..? જાણો શું છે સત્ય………

Fact Check By: Frany Karia 

Result: Mixture