Bharat Vikas - ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોંગ્રેસ ફક્ત 230 સીટ પર જ ચૂંટણી લડી રહી છે અને આ જુનિયર પપ્પુ 400 સીટનો દાવો કરી રહ્યો છે ! શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2500 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 385 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 1900 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ અશોક તંવર દ્વારા એવુ કહેવામાં આવ્યુ છે કે, કોંગ્રેસ 40 સીટ પર ચૂંટણી જીતશે જ્યારે કોંગ્રેસ તો માત્ર 230 સીટ પર જ ચૂંટણી લડી રહી છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોકત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે કોંગ્રેસની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. અને જાણવા પ્રયત્ન કર્યો હતો કે, કોંગ્રેસ દ્વારા કેટલા ઉમેદવાર મેદાને ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસની વેબસાઈટ પરથી અમને જાણવા મળ્યુ હતું કે, કોંગ્રેસ દ્વારા 424 ઉમેદવારો 2019ની લોકસભાની ચુંટણી કોંગ્રેસના તરફથી લડી રહ્યા છે.

CONGRESS LIST 1.png
CONGRESS LIST 2.png

ARCHIVE

ત્યાર બાદ હરિયાણા કોંગ્રેસના પ્રમુખ અશોક તંવર દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ છે કે કેમ તે જાણવા અમે ગૂગલ પર “ashok tanwar statement congress will 400 seat win” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH 1.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, 11 મે 2019ના રોજ ABP ન્યુઝને એક ઈન્ટરવ્યુ અશોક તંવર દ્વારા આપવામાં આવ્યુ હતુ, જેમા તેમણે જણાવ્યુ હતુ કે, “બહુ મોટા માર્જીન સાથે કોંગ્રેસ જીતશે” 400 સીટ થી જીતશે તેવુ નિવેદન તેમના દ્વારા ક્યાંય પણ આપવામાં આવ્યુ નથી.

ARCHIVE

જો કે, અમારી પડતાલને આગળ વધારતા અમે અશોક તંવરનો સંપર્ક સાધ્યો હતો અને ઉપરોક્ત પોસ્ટ અંગે પુછતા તેમને અમને જણાવ્યુ હતુ કે, મે પ્રકારનું નિવેદન ક્યારેય પણ આપ્યુ નથી, હા પણ કોંગ્રેસ બહુમતી સાથે જીતશે તે હું ચોક્કસથી કહુ છું.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા બંને દાવા ખોટા સાબિત થાય છે, કારણ કે, કોંગ્રેસ 424 સીટ પર લોકસભાની ચુંટણી લડી રહી છે, અને અશોક તંવર દ્વારા આ પ્રકારનુ નિવેદન કયારેય પણ આપવામાં આવ્યુ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, કોંગ્રેસ 424 સીટ પર લોકસભાની ચુંટણી લડી રહી છે, અને અશોક તંવર દ્વારા આ પ્રકારનુ નિવેદન કયારેય પણ આપવામાં આવ્યુ નથી.

Avatar

Title:શું ખરેખર હરિયાણા કોંગ્રેસના પ્રમુખે ભાંગળો વાટયો..? જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False