Rohit Maru નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. "જાપાનમાં એક રસ્તા ઉપર ભુસ્ખલન થતાં 24 કલાકની અંદર જ ઇમરજન્સી રસ્તો બનાવવામાં આવ્યો. જેથી ટ્રાફિકનો પ્રવાહ રોકાઈ ન જાય. અને #વિશ્વગુરૂ બનવા નીકળેલા આપણા દેશમાં ચોમાસામાં રસ્તે પડેલા ખાડા પુરવામાં જ બીજું ચોમાસું આવી જાય છે !!!" શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 204 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 31 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 48 લોકો દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "ભૂસ્ખલનના 24 ક્લાક બાદ જાપાનમાં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો."

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 13 ઓક્ટોબર 2019ના એફ્ફી સહરુદિન નામના ટ્વિટર યુઝર દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અમને મળી હતી. આ ફોટો સાથે તેમણે જણાવ્યુ હતુ કે, "ખોટા શીર્ષક- 2018માં ફુકુઈ શહેર, ફુકુઈ પ્રાંતમાં એક ભૂસ્ખલન બાદ 2 મહિને આ રોડનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. 208 મિટરનો પુલ અસ્થાયી છે. અને આ વર્ષે જૂના રોડના પુન:નિર્માણ બાદ તેને હટાવી દેવામાં આવશે." સાથે આ ટ્વિટમાં આપવામાં આવેલી માહિતીનો આધાર ફુકુઈંપ નામની વેબસાઈટની લિંક પણ આપવામાં આવી હતી.

a.png

ARCHIVE LINK

1 નવેમ્બર 2018ના ફુકુઈંપ નામની વેબસાઈટ પર પ્રકાશિત આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જાપાનના ફુકુઈ શહેરમાં સ્થિત અસ્થાયી રોડને ભારે વરસાદના કારણે થયેલા ભુસ્ખલન બાદ 4 મહિને ખોચલવામાં આવ્યો હતો. 5 અને 8 જૂલાઈ 2018 દરમિયાન ફુકુઈ પ્રાંતમાં ઘણા રાજમાર્ગો અને રોડ પર ભૂસ્ખલનના કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

B.png

ARCHIVE

9 નવેમ્બર 2018ના આ અહેવાલ અનુસાર 31 ઓક્ટોબર 2018ના આ સ્થાયી રોડનો વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો હતો. આ એજ ફોટો છે. જે પોસ્ટમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

C.png

જાપાનના મિડિયા સંગઠન FBC OJAMAએ તેના ઓફિસિયલ ટ્વિટર પરથી આ સમાચારને પ્રકાશિત કરતા જણાવ્યુ હતુ કે, "ફુકુઈ શહેરમાં કોશિત્સુ ક્ષેત્રમાં રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 305ના સમુદ્ર કિનારે 45 મીટર યુ-આકારના અસ્થાયી રોડ બનાવી તૈયાર થઈ ગઈ છે. જે જૂલાઈમાં ભૂસ્લનના કારણે બંધ કરવામાં આવ્યો હતો."

ARCHIVE

9 ઓગસ્ટ 2018 ના પ્રકાશિત "ફુકુઈ શિંબુન" દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં આ અંગેની માહિતી આપી હતી કે, ફુકુઈ પ્રાંતના અધિકારી દ્વારા રાજમાર્ગ-305 પર એક પુલના નિર્માણની યોજના પર વિચાર કરી રહ્યા હતા. જે ભૂસ્લનના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતો.

D.png

ARCHIVE

ફુકુઈ શિંબુન દ્વારા 2 ઓગસ્ટ 2018ના આ ભૂસ્લનનો એક વિડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયોના નીચે લખવામાં આવ્યુ હતુ કે, "ફુકુઈ પ્રાંતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 305 જ્યા પશ્વિમી જાપાનમાં ભારી બારિશમાં ભૂસ્લન થયુ હતુ.

ARCHIVE

આ રોડના વિડિયો નીચે તમે જોઈ શકો છો. 5 નવેમ્બર 2018 ના અપલોડ કરવામાં આવેલા વિડિયોના વિવરણમાં લખવામાં આવેલુ હતુ કે, "ફુકુઈ પાંતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 305, 2018ના પશ્વિમ જાપાનમાં ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, અને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓક્ટોબરના અંતમાં અસ્થાયી રૂપથી એક રોડ બનાવવામાં આવ્યો હતો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, અસ્થાયી રોડના નિર્માણનો સમયનું કોઈ સ્પષ્ટ નથી. પરંતુ સમાચાર માધ્યમોના આધારે ભૂસ્લનના અઠવાડિયાઓ અને મહિનાઓ બાદ રોડનું કામ પુરૂ થયુ હતુ. જેના આધારે સાબિત થાય છે કે, આ રોડનું નિર્માણ 24 કલાકમાં નથી થયુ.

Avatar

Title:શું ખરેખર જાપાનમાં 24 કલાકમાં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો....? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False