શું ખરેખર કિરણ બેદી બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

Vipul Kukadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, श्रीमती किरण बेदी जी को कश्मीर जम्मू कश्मीर के नए राज्यपाल बनने की बधाई….??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 536 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી.  તેમજ 44 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

આ માહિતીને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા દ્વારા પણ ફેસબુક પર શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.06.07-07-48-26.png

Facebook | Archive

સંશોધન

જો ખરેખર કિરણ બેદીને જમ્મુ કાશ્મીરના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોત તો કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત તેથી અમે સૌ પ્રથમ ગુગલનો સહારો લીધો અને કિરણ બેદીને જમ્મુ કાશ્મીરના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.07-07-02-25.png

Google| Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી અંગે કોઈ ઠોસ પરિણામ મળ્યા ન હતા કે કોઈ મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોય એવું જાણવા મળ્યું ન હતું. ત્યાર બાદ અમે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ વિશેની માહિતી મેળવવા માટે ગુગલમાં governor of jammu and kashmir 2019 સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.07-07-15-26.png

Google | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે જમ્મુ કાશ્મીરના હાલના રાજ્યપાલ સત્યપાલ મલિક છે. અને તેઓ 23 ઓગષ્ટ, 2018 થી આજ રોજ તા.07.06.2019 સુધી સ્થાન પર કાર્યરત છે. જમ્મુ કાશ્મીરના અત્યાર સુધીના રાજ્યપાલ અંગેની સંપૂર્ણ માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

screenshot-en.wikipedia.org-2019.06.07-07-24-55.png

Governor Of Jammu Kashmir | Archive

ઉપરના તમામ પરિણામોમાં બાદ અમને  કિરણ બેદીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પ્રાપ્ત થયું હતું જેમાં લખેલું હતું કે, કિરણ બેદી હાલ પાંડુચેરીના ઉપરાજ્યપાલના પદ પર નિયુકત છે. જે તમે નીચે જોઈ શકો છો.

image2.png

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, દરેક રાજ્યના રાજ્યપાલની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ કાર્યાલયથી તેની માહિતી આપવામાં આવે છે. જેથી અમે રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઈટ પર જઈને સર્ચ કર્યું. રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઈટ પરથી અમને 21 ઓગષ્ટ, 2018 ના રોજની એક પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં લ્ખ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ પદ પર સત્યપાલ મલિકની નિયુક્તિ કરવામાં આવી છે જે બિહારના રાજ્યપાલ પદ પર કાર્યરત હતા.

image6.png

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા પ્રસારિત કરવામાં આવેલી સૌથી નવી પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જે 8 માર્ચ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ મિઝોરમના રાજ્યપાલ કુમ્માનમ રાજશેખરનના રાજીનામાને મંજૂર કર્યું છે.

image5.png

Press Realese Archive

ઉપરના તમામ સંશોધન પરથી એ સાબિત થાય છે કે, અમારા દ્વારા આ આર્ટિકલ લખવામાં આવ્યો ત્યાં સુધી એટલે કે, 07.06.2019 સુધી કિરણ બેદી પાંડુચેરીના ઉપ રાજ્યપાલ પદ પર જ કાર્યરત છે. તેમજ સત્યપાલ મલિક આજ રોજ સુધી જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ પદ પર કાર્યરત છે. કિરણ બોદીને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ નિયુક્ત કરવા અંગેની કોઈ પ્રેસ રિલિઝ કે માહિતી આ આર્ટિકલ લખવા સુધી અમને પ્રાપ્ત થઈ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, 07.06.2019 ના રોજ સુધી જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક છે અને કિરણ બેદી પાંડુચેરીના ઉપ રાજ્યપાલ પદ પર કાર્યરત છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર કિરણ બેદી બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ..? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False