શું ખરેખર ભાજપાના કાર્યકરો માટે ટ્રમ્પે સ્પેશિયલ ફલાઈટનું આયોજન કર્યુ..?

False સામાજિક I Social

भारत शर्मा નામના ફેસબુક યુઝર દ્વારા I support Namo નામના પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, मित्र मोदी को सहयोग करने के लिये अमेरिका के ट्रम्प चच्चा ने न्यूयॉर्क से मुम्बई की 6 स्पेशल विमान चालू कर दी !! ताकि भारतीय मोदी को वोट देने भारत जा सकें! थैंक्यू ट्रम्प चच्चा શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 388 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 22 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પે મોદીના સહયોગ માટે સ્પેશિયલ 6 ફલાઈટ મુકી છે.

Archive | Photo Archive

જો ટ્રમ્પ દ્વારા ન્યુયોર્કથી મુંબઈ આવવા માટે 6 સ્પેશિયલ ફલાઈટ મુકવામાં આવી હોય તો આ સમાચાર ન્યુઝ પેપરમાં તો જરૂર આવ્યા જ હોય. પરંતુ મિડિયા રિપોર્ટમાં ક્યાંય પણ આ વાત આવી ન હતી. માટે અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.  

સૌપ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ ના માધ્યમથી સર્ચ કરી હતી. પરિણામમાં અમને 14 એપ્રિલ 2019ના ચોકિદાર વિનોદ રાય દ્વારા કરવામાં આવેલી ટ્વિટ મળી હતી. ટ્વિટના શીર્ષકમાં લખવામાં આવ્યું હતું કે, “NaMo supporters at Amanora Mall , People from mall also joined and encouraged our team !!” આ ટ્વિટમાં ક્યાંય અમેરિકાથી ભારત માટે કોઈ ખાસ ફલાઈટનું આયોજન કરવામાં આવ્યું હોય તેવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો….

ARCHIVE

આમ, ઉપરોક્ત ટ્વિટ પરથી અમે એ વાત પરથી નક્કી પહોંચી ગયા હતા કે, આ ફોટો કોઈ એરપોર્ટની નહીં પરંતુ કોઈ અમનોરા મોલની છે. બાદમાં અમે ગૂગલ પર અમનોરા મોલ સર્ચ કરતા અમને આ મોલ પુના, મહારાષ્ટ્રમાં હોવાનું સાબિત થાય છે.

બાદમાં અમે અમનોરા મોલને ગૂગલ પર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સટ્રીટ વ્યૂની મદદથી અમને જાણવા મળ્યુ હતું કે, ઉપરોક્ત પોસ્ટનો ફોટો અમનોરા મોલનો જ છે. ટ્વિટમા પણ આપવામાં આવેલા ફોટોમાં પ્લેન કાચની બનેલી રેલિંગ તમે જોઈ શકો છો. ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં પટ્ટી વાળી રેલિંગ જોવા મળે છે. તેમજ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોમાં પણ રેલિંગ જોવા મળે છે.

વાયરલ પોસ્ટમાં લાજૌશ નામની બ્રાંડની દુકાન જોવા મળે છે. પરંતુ ગૂગલ સર્ચમાં જયારે અમે જોયું તો આ પ્રકારની કોઈ દુકાન અમનોરા મોલમાં જોવા મળી ન હતી. અનમોરા મોલથી લગભગ 300 મીટર દૂર એક સીઝન મોલ છે. આ મોલને અમે ગૂગલ સ્ટ્રીટ વ્યૂથી જોયો તો અમને તે ફોટો પ્રાપ્ત થઈ હતી. ગૂગલ મેપ્સ HK પર સીઝન મોલની ફોટો અમે જોતા અમને જાણવા મળ્યું હતું કે, વાયરલ ફોટો ખરેખર પુનામાં આવેલા સીઝન મોલની છે. લાજૌશ નામની બ્રાંડની દૂકાન પણ આ જ મોલ આવેલી છે. નીચે બંને તસ્વીરોની તુલના આપ જોઈ શકો છો.  

અમેરિકાથી ભારત આવવા માટે અને મોદીને વોટ આપવા માટે ભારતીયો માટે વિશેષ ફલાઈટ પર ટ્રમ્પ અથવા વાઈટ હાઉસ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી. અમે વાઈટ હાઉસની સરકારી વેબસાઈટ પર મોદી કીવર્ડ લખતા અમને છેલ્લું અપડેટ 26 જૂન 2017નું મળ્યું હતું. તે વેબસાઈટ પર નરેન્દ્ર મોદી સાથે જોડાયોલી તમામ ઘોષણાઓની યાદી આપવામાં આવેલી છે.

પરિણામ

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદીના સમર્થનની ફોટો પુનાની છે. ટ્રમ્પ દ્વારા અમેરિકાથી ભારત માટે કોઈ વિશેષ ફલાઈટનું આયોજન નથી કરવામાં આવ્યું.

Avatar

Title:શું ખરેખર ભાજપાના કાર્યકરો માટે ટ્રમ્પે સ્પેશિયલ ફલાઈટનું આયોજન કર્યુ..?

Fact Check By: Frany Karia 

Result: False